Not Set/ ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવોમાં ચોમાસાના પાણીનો મોટાપાયે સંગ્રહ કરવાના સારા ઉદ્દેશ્યથી સુજલામ સુફલામ યોજના અમલમાં લાવવામાં આવી હતી. જે યોજના હેઠળ જે તે

Gujarat
derol khanan1 ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યૂઝ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવોમાં ચોમાસાના પાણીનો મોટાપાયે સંગ્રહ કરવાના સારા ઉદ્દેશ્યથી સુજલામ સુફલામ યોજના અમલમાં લાવવામાં આવી હતી. જે યોજના હેઠળ જે તે ગ્રામ પંચાયતો દ્વારા મળેલી દરખાસ્ત ના આધારે સિંચાઈ વિભાગ દ્વારા તળાવોને ખોદી તેને ઊંડા કરવાની પરવાનગી આપવામાં આવે છે. અને આ ઈજારદારો દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરી દરમ્યાન તળાવ માંથી નીકળતી માટીને ગામના જ ખેડૂતોને અથવા ગામના જ વિકાસમાં ઉપયોગ માટે વપરાશમાં લઈ શકાય તે પ્રમાણેની ગાઈડ લાઈન આ યોજના હેઠળ બનાવવામાં આવી છે.

derol khanan2 ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

આ તો થઈ યોજનાની વાત, પરંતુ આ સુજલામ સુફલામ યોજના સિક્કાની બે બાજુ સમાન છે. એક તરફ સારો ઉદ્દેશ્ય તો છે પરંતુ બીજી તરફ આ યોજના ખનન માફિયાઓ માટે આશીર્વાદ સમાન છે. કેમ કે તળાવોમાંથી મફતમાં માટી ઉલેચી કોમર્શિયલ ઉપયોગ માટે મોંઘા ભાવે વેચવામાં આવતી હોવાની વાતો પણ લોકમુખે ચર્ચામાં જોવા મળી છે.

derol khanan3 ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

હાલ પંચમહાલમાંથી પસાર થઈ રહેલા મહત્વાકાંક્ષી ભારત માલા પ્રોજેક્ટના દિલ્હી બોમ્બે કોરિડોરનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેકટ માટે જમીન અધિગ્રહણ થયા બાદ તેની પર પ્રથમ માટી નું લેયર બનાવી તેને સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવતો રોડ ગોધરા અને કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. આ રોડ માટે માટી ખોદી લાવવા માટે મુખ્ય ઈજારદારે તેની નીચે બે થી ત્રણ પેટા ઈજારદારોને જવાબદારી સોંપી છે. શરૂઆતના તબક્કામાં આ રોડ માટે માટી નજીકના મોટા તળાવો સહિત કેટલાક ખાનગી સર્વે નંબરો માંથી મર્યાદિત ક્ષમતામાં ખોદીને લાવવામાં આવતી હતી પરંતુ જ્યાર થી આ વર્ષે સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ થયો ત્યારથી કોરિડોરના નિર્માણમાં માટી લઈ જતા પેટા ઈજારદારો માટે તો જાને કે લોટરી લાગી હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

ડેરોલ ગામના બુબેન તળાવમાંથી થયેલ માટીનું ખોદકામની તસ્વીર

derol khanan4 ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

ગોધરા સહિત કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ કોરિડોર માટે માટીનું વહન થઈ રહ્યું છે.આ કામ માટે ઈજારદારો જાણે વહીવટી તંત્રથી ઉપર હોય તેમ બેફામ પણે તળાવો માંથી માટીનું ખનન કરી રહ્યા છે. કાલોલ તાલુકાના ડેરોલ ગામના બુબેન તળાવમાં તો આ ઈજારદારો દ્વારા ગૌચર જમીનમાંથી પણ માટી ગેરકાયદે ખનન થયું હોવાની ઉગ્ર રજૂઆતો થઈ છે. જે અંગે પ્રાપ્ત થઈ રહેલ વિગતો પ્રમાણે ડેરોલ ગામના ભરવાડ વાસ નજીક આવેલ બુબેન વિસ્તારના સર્વે નંબર ૩૮૮માં અંદાજીત ૯ હેકટર જેટલો વિસ્તાર આવે છે જે ગૌચર તરીકે છે જેમાથી થોડા વર્ષ અગાઉ અંદાજીત ૧ હેકટર જમીનમાં તળાવ બનાવવામાં આવ્યું હતું.

આજ તળાવમાંથી કોરિડોર રસ્તાના કામ માટે માટી કાઢવાની મંજૂરી આપવામાં આવેલ હતી પરંતુ ઈજારદાર દ્વારા તળાવની સીમાઓ ઓળંગીને ગૌચર જમીનમાંથી પણ ખોદકામ કરી વધારાની માટી કાઢી લેવામાં આવી હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડેરોલ સહિત ૨૫ કી.મી.રોડનું અર્થવર્કનું કામ પી.એન.સી.કંપનીને મળ્યું હતું જેને પોતાની નીચે મુંડન ઈન્ફ્રા અને શ્રી રામ ઈન્ફ્રા નામની કંપનીઓને પેટા કોન્ટ્રાક્ટથી કામ આપેલ છે.અને આ બે કંપનીઓના ઈજારદાર દ્વારા આ તળાવ અને ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ અંગે શુ કાર્યવાહી કરે છે. તે હવે જોવું રહ્યું❓

ડેરોલ ગામ સિવાય કાલોલ અને ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ આવી જ રીતે બેફામ પણે માટી નું ખનન થઈ રહ્યું છે.કેટલીક જગ્યા એ તો નદી માંથી પણ ગેરકાયદે ખનન આ કોરિડોર માટે કરવામાં આવ્યું હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હાલ કોરિડોર ની પ્રથમ તબક્કા ની કામગીરી લગભગ પૂર્ણતા ના આરે છે ત્યારે ભારત માલા નો આ પ્રોજેકટ પંચમહાલ માં ભ્રષ્ટાચાર માલા બની ના રહી જાય તે જોવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવા માં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

majboor str 4 ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન