Not Set/ ઇમિટેશન ઉદ્યોગ ખતરામાં, રાજકોટમાં ઈમિટેશનનું મોટું માર્કેટ

રાજકોટમાં કોરોનાને પગલે અનેક લોકોના ધંધા અને રોજગારને અસર થઇ છે.  નાના લોકોને રોજગારી આપતા અને રાજકોટની આગવી ઓળખ ધરાવતા ઇમીટેશનના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Gujarat Rajkot Trending
વૈંકૈયા નાયડુ 1 ઇમિટેશન ઉદ્યોગ ખતરામાં, રાજકોટમાં ઈમિટેશનનું મોટું માર્કેટ

રાજકોટમાં કોરોનાને પગલે અનેક લોકોના ધંધા અને રોજગારને અસર થઇ છે.  નાના લોકોને રોજગારી આપતા અને રાજકોટની આગવી ઓળખ ધરાવતા ઇમીટેશનના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.  જેને પગલે 2 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.

વૈંકૈયા નાયડુ 2 ઇમિટેશન ઉદ્યોગ ખતરામાં, રાજકોટમાં ઈમિટેશનનું મોટું માર્કેટ

  • માર્કેટમાં 1 હજારથી વધુ મોટો વેપારીઓ
  • 10 હજારથી વધુ કામદારો

રાજકોટની આગવી ઓળખ છે યુકે તરીકે ઓળખાતા સામાકાંઠાનું ઇમીટેશનનું માર્કેટ છે. ત્યારે આ માર્કેટમાં  1 હજારથી વધુ મોટા વેપારીઓ અને 10 હજારથી વધુ નાના કામદારો પોતાની પોતાની રોજી રોટી મેળવે છે. રાજકોટમાં 1 લાખથી વઘુ મહિલા ઇમીટેશનનું કામ કરી પોતોનું જીવન ચલાવે છે. પરતું આ કોરોના મહામારીમાં લોકોડાઉનના કારણે તમામની રોજગારી છીનવાઈ ગઈ છે. માહામારીઓ ગરીબ અને મધ્યમવર્ગને રોજીરોટી આપતા વ્યવસાય પર પણ ગ્રહણ લાગ્યું છે.

વૈંકૈયા નાયડુ 3 ઇમિટેશન ઉદ્યોગ ખતરામાં, રાજકોટમાં ઈમિટેશનનું મોટું માર્કેટ

કોરોના મહામારીના કારણે વેપારીઓનો 9 મહિનાથી વધુ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.  ત્યારે નવા વર્ષમાં નવી આશા સાથે ધંધા રોજગારી શરૂ કર્યા હતા જ ત્યાર ફરી એકવાર કોરોનાએ માંથુ ઉચકતા વેપારીઓ પડી ભાગ્યાં છે. રાત્રી કર્ફ્યુના કારણે રાજ્યોમાંથી આવતા વેપારીઓ રાજકોટ આવતા બંધ થઈ ગયા છે. જેમે પગલે નવા ઓર્ડર ન મળતા નથી.  તેમજ  ઇમિટેશન જવેલરીમાં ઉપયોગમાં લેવાતી મેટલ પણ ત્રણ ગણી મોંઘી થઇ છે.  રો-મટીરીયલ પણ કૃત્રિમ અછત સર્જી રહ્યું છે જેને પગલે વર્ષે 300 કરોડ થી વધુનું ટર્ન ઓવર હાલ 10 ટકા સુધીનું થઈ ગયું છે. આ સ્થિતિમાં વેપારીઓનો ધંધા રોજગાર બંધ કરવાની પરિસ્થિત પર આવી ગયા છે.

વૈંકૈયા નાયડુ 4 ઇમિટેશન ઉદ્યોગ ખતરામાં, રાજકોટમાં ઈમિટેશનનું મોટું માર્કેટ

દર રોજ 1 લાખથી વધુ મહિલાઓને અને 10 હજારથી વધુ નાના કામદારોને સીધી રોજગારી આપતો આ ઉદ્યોગ હવે કોરોનાના ડંખને પગલે મરણપથારીએ છે. તો વેપારીઓ પણ મુશ્કેલીમાં છે ઉપરથી વધતા કોરોના ના કેસ અને કર્ફ્યુના સમયમાં સતત વધારો આ પરિસ્થિતિમાં એક સમયે પોતાની ચમકના જોરે દેશ અને દુનિયામાં નામના ધરાવતા આ ઉદ્યોગ હવે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે.