ગુજરાત/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજય ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત ,જાણો કઈ

રાજય માં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .વધતા જતા કેસો ને લઈને સરકાર  દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .જેમના પગલે  રાજય માં અનેક  પરીક્ષાઓ  કરાતો મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા  યોજાયેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પીજીની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય […]

Gujarat Others
Untitled 144 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજય ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત ,જાણો કઈ

રાજય માં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .વધતા જતા કેસો ને લઈને સરકાર  દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .જેમના પગલે  રાજય માં અનેક  પરીક્ષાઓ  કરાતો મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા  યોજાયેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પીજીની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે યુજીની પરીક્ષા ઓફલાઈન લેવા માટે રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાને પગલે સ્નાતક વિદ્યાર્થીઓને મેરીટ બેસ્ટ પ્રોગ્રેશન  માં આવરી લેવામાં આવ્યા છે. જ્યારે પીજી અને યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને  કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પીજીના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે જ્યારે યુજીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા માટે રાજ્ય સરકાર પાસેથી માર્ગદર્શન લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ પીજીની પરિક્ષા આપશે તો 60 હજાર કરતાં વિદ્યાર્થીઓ યુજીની પરિક્ષા આપનાર છે. ઓનલાઇન પરીક્ષામાં 30 માર્કસ ઈન્ટર્નલ પરીક્ષાના તથા 70 માર્ક્સના એમસીક્યુ આપવામાં આવશે.

આ ઉપરાંત યુનિવર્સિટી અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ કોરોના માટે તેના માતાપિતા અથવા તો કમાનાર મુખ્ય વ્યક્તિ ગુમાવી હશે તેમને તમામ પ્રકારની ફીમાંથી એક વર્ષ માટે શિક્ષણ ફી,હોસ્ટેલ ફી,પરીક્ષા ફીમાંથી માફી આપવામાં આવશે.