one click/ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાયરસ મિસ્ત્રી વિશે મહત્વના તથ્યો, વાંચો એક ક્લિકમાં

સાયરસ મિસ્ત્રી 4 સપ્ટેમ્બર, રવિવારના રોજ મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તે અમદાવાદથી પરત રોડ માર્ગે મુંબઈ જઈ રહ્યાં હતા

Top Stories India Trending
12 3 માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સાયરસ મિસ્ત્રી વિશે મહત્વના તથ્યો, વાંચો એક ક્લિકમાં

સાયરસ મિસ્ત્રી 4 સપ્ટેમ્બર, રવિવારના રોજ મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે અમદાવાદથી પરત રોડ માર્ગે મુંબઈ જઈ રહ્યાં હતા. સાયરસ મિસ્ત્રી એવા ઉદ્યોગપતિઓમાંના એક હતા જેમણે લાઇમલાઇટમાં આવ્યા વિના શાંતિથી કામ કરવાનું પસંદ કર્યું હતું. તેઓ નાની ઉંમરમાં જ કોર્પોરેટ જગતની ઊંચાઈએ પહોંચી ગયા હતા. તેઓ સ્પષ્ટવક્તા હોવાની સાથે-સાથે મૃદુભાષી પણ હતા. આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

  • તેઓ ટાટા જૂથની પ્રતિનિધિ કંપની ટાટા ગ્રુપના છઠ્ઠા અને સૌથી નાના ચેરમેન હતા. વર્ષ 2012માં જ્યારે તેઓ અધ્યક્ષ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 44 વર્ષની હતી.
  • ટાટા સન્સના ચેરમેન બનનાર ટાટા પરિવારની બહારના તેઓ માત્ર બીજા વ્યક્તિ હતા.
  • મિસ્ત્રીએ ટાટા સન્સના બોર્ડમાં તેમના પિતા પલોનજી શાપૂરજીની જગ્યા લીધી, જેઓ કંપનીમાં સૌથી વધુ 18.5 ટકા હિસ્સો ધરાવતા હતા.  તેમણે ટાટા પાવર અને ટાટા એલેક્સીના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
  • ટાટા ગ્રુપના ચેરમેન તરીકે મિસ્ત્રીએ નફાકારકતા અને ટકાઉપણું પર ભાર મૂક્યો હતો. તેમણે નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાંથી છૂટકારો મેળવવા માટે ઘણા પગલાં લીધા હતા, જેમાં કેટલાક વિદેશી એકમોના વેચાણ અને બંધનો સમાવેશ થાય છે.
  • ટાટા સન્સના ચેરમેન બનતા પહેલા તેઓ તેમના પરિવારના શાપૂરજી પલોનજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમણે બાંધકામ કંપની શાપૂરજી પલોનજી એન્ડ કંપનીના ડિરેક્ટર તરીકે 1991 માં પારિવારિક વ્યવસાયમાં પ્રવેશ કર્યો.
  • મિસ્ત્રીના નેજા હેઠળ શાપૂરજી પલોનજીનો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ $20 મિલિયનથી વધીને $1.5 બિલિયન થયો હતો.
  • જુલાઈ, 1968ના રોજ મુંબઈમાં જન્મેલા સાયરસ મિસ્ત્રી આઇરિશ નાગરિક હતા. તેમની માતા આયર્લેન્ડના હતા.
  • સાયરસની પત્નીનું નામ રોહિકા ચાગલા છે અને તે પણ સાયરસની જેમ કોર્પોરેટ આઈકોન છે. તેમના લગ્ન 1992માં થયા હતા.
  • મૃદુ બોલવા ઉપરાંત, મિસ્ત્રીને ગોલ્ફ રમવાનો અને પુસ્તકો વાંચવાનો શોખ હતો.
  • નોંધનીય છે કે મિસ્ત્રીની બહેન અલુના લગ્ન નોએલ ટાટા સાથે થયા છે, જે રતન ટાટાના સાવકા ભાઈ છે.