Not Set/ ઑક્સિજન લેવલમાં સુધારો અને ફેંફસામાં રિકવરી લાવવામાં પણ કારગર છે આ હર્બલ ચીજ

ફેંફસાને સ્વસ્થ રાખવા માટે શું કાળજી રાખવી જોઈએ તે જાણીએ..

Health & Fitness Lifestyle
lungs ઑક્સિજન લેવલમાં સુધારો અને ફેંફસામાં રિકવરી લાવવામાં પણ કારગર છે આ હર્બલ ચીજ

કોરોનામાં જે નવો સ્ટ્રેઈન જોવા મળ્યો, તે ફેંફસા પર જ અટેક કરે છે અને ફેંફસાને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. ફેંફસા ડેમેજ થતા તેની સીધી અસર સ્વરૂપે શરીરમાં ઓક્સિજનની કમી જોવા મળે છે. જે આપણા માટે ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. જેથી ફેંફસાને હેલ્ધી

ચાલો ફેંફસાને સ્વસ્થ રાખવા માટે શું કાળજી રાખવી જોઈએ તે જાણીએ…

તુલસીને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. તુલસીનો ઉપયોગ પૂજામાં અને પ્રસાદમાં તો કરવામાં આવે જ છે, પરંતુ તુલસી એ એન્ટી-બેક્ટેરિયલ પણ ગણાય છે. તુલસીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ અને મૈગ્નીશિયમ રહેલું છે, જે ફેંફસાને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે. જેથી રોજ સવારે 4-5 તુલસીના પાનને ચાવીને નિયમિત સેવન કરવું જોઈએ.

તુલસીના સાથે લવિંગ અનેક પ્રકારના ગુણોથી ભરપૂર છે. લવિંગમાં પણ એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે. તેમાં યુજિનૉલ નામનું તત્વ રહેલ છે, જે તણાવ ઘટાડવાની સાથે પેટની સમસ્યા અને શરીરના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં લાભકારી છે. લવિંગમાં એન્ટી-બેક્ટેરિયલની સાથે એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ રહેલો છે. તેમાં રહેલાં ગુણોની વાત કરીએ તો વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, રાઈબોફ્લેવિન, થાયમિન, ઓમેગા 3 ફેટી એસિડ જેવા આવશ્યક તત્વો રહેલા છે. તેથી લવિંગ હ્રદય, ફેંફસા, લિવરને મજબૂત રાખવામાં પણ ફાયદાકારક છે.

તજની મદદથી ફેંફસાને મજબૂત કરી શકાય છે, જેમાં ભરપૂર માત્રામાં થાયમિન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામિન, કેલ્શિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, નિયાસીન, કાર્બોહાઈડ્રેટ રહેલા છે. તજમાં યોગ્ય માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે, જે ફેંફસાને અને હ્રદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે.

કેવી રીતે કરશો ઉપયોગ?
ફેંફસાને મજબૂત બનાવવા માટે મુલેઠી, મરી અને લવિંગને શેકીને તેમાં 4-5 તુલસીના પાન, થોડી સાકર અને તજ ઉમેરો. આ મિશ્રણ બનાવીને એક ડબ્બામાં ભરી લો. તેને નિયમિત ચાવીને ખાવાથી ફાયદો થશે. તમે નિયમિત આ મિશ્રણનું સેવન કરી શકો છો. આ મિશ્રણ અસ્થમાના દર્દી માટે પણ લાભકારી છે.