ભાવ વધારો/ દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આજે ફરી વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલનાં ભાવમાં લિટર દીઠ 24 થી 27 પૈસાનો વધારો કર્યો છે.

Top Stories Business
1 279 દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આજે ફરી વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલનાં ભાવમાં લિટર દીઠ 24 થી 27 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 25-28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 95.56 પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. વળી, એક લિટર ડીઝલની કિંમત 86.47 છે.

1 280 દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર

ધંધા પર અસર / રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો

વળી મુંબઇમાં પેટ્રોલ 101.76 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે અને ડીઝલ 93.85 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 96.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. વળી કોલકતામાં પેટ્રોલની કિંમત 95.52 રૂપિયા અને ડીઝલની કિંમત 89.32 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે, ભલે આ માત્ર જૂનનો નવમો દિવસ છે, પરંતુ અત્યાર સુધી પાંચ દિવસમાં છૂટક ફ્યૂલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જૂનમાં પેટ્રોલ 1.33 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે ડીઝલ 1.32 રૂપિયા મોંઘુ થયું છે. આ વર્ષે 4 મે પછી પેટ્રોલ અને ડીઝલ 22 મી વખત મોંઘુ થઈ ગયું છે. આપને જણાવી દઇએ કે, પેટ્રોલ હવે દેશનાં અલગ-અલગ ભાગોમાં ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદ્દાખ સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.100 ને પાર કરી ગયું છે. વળી, આપને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાન દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલ કરતુ રાજ્ય છે. તે પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો નંબર આવે છે.

1 281 દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર

નવી શિક્ષણ નીતિ / CBSE ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિમાં 60 ગુણ થિયેરી અને 40 ગુણ પ્રેક્ટિકલના રહેશે

આપને જણાવી દઈએ કે, દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાય છે. દેશનાં દરેક પેટ્રોલ પમ્પ પર દરરોજ સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ લાગુ પડે છે. દરેક રાજ્યનું સ્થાનિક વેટ અલગ-અલગ હોવાથી, બળતણનાં ભાવો રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. તમે તમારા ફોન પરથી દરરોજ એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જાણી શકો છો. આ માટે, તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલી શકો છો. તમારો સંદેશ કંઈક આ પ્રમાણે હશે – RSP <સ્પેસ> પેટ્રોલ પમ્પ ડીલર કોડ.

kalmukho str 6 દેશનાં 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર પહોંચ્યું રૂ.100 ને પાર