Gujarat Rains/ એક જ મહિનામાં ગુજરાતમાં સીઝનનો 83 ટકા વરસાદ પડયો

ગુજરાતમાં ચોમાસુ શરૂ થયે માંડ મહિનો થયો છે તેમા સીઝનનો 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તેમા પણ કચ્છમાં તો 125 ટકા જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સો ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.

Top Stories India
Rajkot rain 3 એક જ મહિનામાં ગુજરાતમાં સીઝનનો 83 ટકા વરસાદ પડયો

ગુજરાતમાં ચોમાસુ શરૂ થયે માંડ Gujarat Season rain મહિનો થયો છે તેમા સીઝનનો 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તેમા પણ કચ્છમાં તો 125 ટકા જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સો ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. આમ ગુજરાતના પાંચ ઝોનમાંથી બે ઝોનમાં સો ટકા કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, આ બંને ઝોન એવી જગ્યા છે જ્યાં પહેલા આખી સીઝનમાં સો ટકા વરસાદ થતો ન હતો.

તેનાથી વિપરીત દક્ષિણ ગુજરાતમાં હજી Gujarat Season rain સુધી સીઝનનો 60 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યાં સામાન્ય રીતે આટલા સમયમાં સીઝનનો 90થી 100 ટકા વરસાદ પડી જતો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સીઝનનો 57 ટકા વરસાદ જ પડ્યો છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત Gujarat Season rain રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમા મોન્સૂન ટર્ફ પસાર થતું હોવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સુરત, ભરૂચ તથા વલસાડમાં વરસાદની આગાહી છે.

આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની Gujarat Season rain આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ભાવનગર અને અમરેલીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી ચાર દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા Gujarat Season rain સૂચના આપવામાં આવી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 4.72 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના અન્ય સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચોઃ Joonagadh-Heavyrain/ ગીરનાર પરથી પાણી આવતા જૂનાગઢનો મોટાભાગનો હિસ્સો પાણીમાં

આ પણ વાંચોઃ Pak Army Chief/ પાક વિદેશી ઋણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનેઃ પાક આર્મી ચીફ

આ પણ વાંચોઃ India-John Kerry/ અમેરિકન પ્રેસિડેન્ટ બિડેનના ખાસ દૂત જહોન કેરી આજથી પાંચ દિવસના ભારતના પ્રવાસે

આ પણ વાંચોઃ Delhi Rain/ દિલ્હીમાં આજથી હવામાન ફરી પલટાશે, ત્રણ દિવસ સારા વરસાદની શક્યતા; એલર્ટ જારી

આ પણ વાંચોઃ Monsoon Session/ મણિપુર હિંસા મામલે ભાજપ સરકારે બનાવી આ રણનીતિ,રાજનાથ સિંહે વિપક્ષના નેતા સાથે ફોન પર વાતચીત કરી