Viral Video/ અમદાવાદમાં પૈસાના અભાવે હોસ્પિટલે દર્દીને આપ્યું મોત, રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના

મુકેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતાં સગાઓએ ડોક્ટરને બોલાવ્યા.પરંતુ 10, 15 મિનિટ સુધી કોઈ ન આવ્યું.જે બાદ ડોક્ટરે આવીને પમ્પિંગ શરૂ કર્યું.પરંતુ મુકેશભાઈનું મૃત્યુ થયું.

Ahmedabad Gujarat
નારાયણ હ્રદયાલય હોસ્પિટલ

અમદાવાદના રખિયાલની નારાયણ હ્રદયાલય હોસ્પિટલ વિવાદમાં આવી છે.હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું મોત થયું અને દર્દીના મોતનો વીડિયો વાયરલ થયો છે.દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે તેમના સ્વજનનું મોત નિપજ્યું હતું.લીમડીના ગળથરામાં રહેતા મુકેશભાઈ હાંડાને જીભનું કેન્સર હતું. જેની સારવાર માટે તેમને નારાયણ હ્રદયાલય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હોસ્પિટલમાં સર્જરી કરીને બે દિવસ દાખલ રાખીને રજા આપવામાં આવી હતી પરંતુ ઘરે લઈ ગયા બાદ મુકેશભાઈને પરુ નીકળવા લાગતાં ફરી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા ટૂંકી સારવાર આપી ફરી રજા અપાઈ હતી.પરંતુ હોસ્પિટલના મુખ્ય દરવાજા માંડ પહોંચ્યા ત્યાં ફરી મુકેશભાઈની તબિયત લથડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.પરંતુ જ્યાં સુધી સગાઓ રૂપિયા લઈને ન આવ્યા ત્યાં સુધી તેમની સારવાર ડોક્ટરોએ શરૂ ન કરી હોવાનો દર્દીના સગાઓનો આરોપ છે.મુકેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતાં સગાઓએ ડોક્ટરને બોલાવ્યા.પરંતુ 10, 15 મિનિટ સુધી કોઈ ન આવ્યું.જે બાદ ડોક્ટરે આવીને પમ્પિંગ શરૂ કર્યું.પરંતુ મુકેશભાઈનું મૃત્યુ થયું.ત્યારે આ સમગ્ર મામલે હોસ્પિટલ સામે સવાલો ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો:નુપુર શર્માના સમર્થનમાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું,’જો સત્ય બોલવું એ બગાવત છે તો સમજો અમે પણ બાગી છે’

આ પણ વાંચો:રાજકોટ કારોબારીમાં ભરત બોધરા મોટી વાત, આ દિવસે લાગુ થશે આચારસંહિતા

આ પણ વાંચો:માતાની હત્યા કરનાર સગીર પુત્રની કાઉન્સેલિંગમાં ચોંકાવનારી બાબતો સામે આવી,માતા-પિતાએ બાળકની માનસિક સ્થિતિ સમજવી પડશે