Banaskantha/ અમીરગઢમાં મૃતકની અંતિમક્રિયામાં કરતા અટકાવાઈ,જાણો શું છે મામલો

અમીરગઢના અવાળા ગામની શરમજનક ઘટના સામે આવી છે. અન્ય સમાજના સ્મશાનમાં મૃતદેહને લઈ જવાતા અટકાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 08T164339.590 અમીરગઢમાં મૃતકની અંતિમક્રિયામાં કરતા અટકાવાઈ,જાણો શું છે મામલો

Banaskantha News:  આધુનિક સમાજમાં સમાજના વિવિધ વર્ગો વચ્ચે થઈ રહેલો જ્ઞાતિવાદે એટલે સુધી વધી ગયો છે કે બીજા સમાજની વ્યક્તિ અન્ય સમાજના લોકોને મૃતદેહની અંતિમક્રિયા પણ કરવા દેતી નથી. આવો જ એક કિસ્સો બનાસકાંઠામાં બન્યો છે. અમીરગઢના અવાળા ગામની શરમજનક ઘટના સામે આવી છે. અન્ય સમાજના સ્મશાનમાં મૃતદેહને લઈ જવાતા અટકાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આખરે સમજાવટ બાદ મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી છે.

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના અવાળા ગામની શરમજનક ઘટના કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં અવાળા ગામમાં અંતિમક્રિયા અટકાવતા લોકો રોષે ભરાયા છે. રબારી સમાજના સ્મશાનમાં અન્ય સમાજે કબ્જો કર્યો હોવાના રબારી સમાજે આક્ષેપો કર્યા હતા. જેના કારણે અંતિમયાત્રા સ્મશાનમાં લઈ જતા અટકાવી દેવાઈ હતી, તેવા પણ આક્ષેપો કરાયા હતા.

જોકે, રબારી સમાજના આગેવાનોની ભારે સમજાવટ બાદ મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવી જ એક ઘટના સામે આવી હતી. વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું મૃત્યુ થતાં ગામમાં આવેલા સ્મશાન ઘાટમાં દફનવિધિ કરવા ગ્રામજનોએ જગ્યા આપી ન હતી. જેથી પરિવારજનોએ મૃતદેહને લઈને ન્યાયની માગણી કરી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી ધરણાં કર્યા હતા.

આ અગાઉ પંચમહાલ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જ્યાં અમરેલીમાં મજૂરી કામ અર્થે ગયેલા પરિવારની વહુનું ડિલિવરી બાદ મોત થઈ ગયું હતું. આ બાદ પરિવારજનોએ વતન ઘોઘંબામાં કંકોડાકોઈ ગામે પહોંચ્યા હતા. પરંતુ ગ્રામજનોએ સ્મશાનમાં અંતિમક્રિયા કરવા ન દેતાં પરિવારે ખેતરમાં મહિલાના શબને અગ્નિદાહ આપવાની ફરજ પડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: