Video/ અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

સુરતના માંગરોળના પીપોદરા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે.

Top Stories Gujarat Surat
Untitled 1 અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી...

ગુજરાતમાં સતત હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં સુરત નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, પીપોદરા નજીક સર્જાયેલી અકસ્માતની ઘટનામાં સાત મહિનાના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સામાજિક પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો, અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના માંગરોળના પીપોદરા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. ઘટના ગઇકાલ સાંજની છે.અહીં બાઇક પર  પતિ-પત્ની અને બાળક જતું હતું. આ સમયે અચાનક જ પૂરપાટ ઝડપે આવતા વાહને બાઇકને ટક્કર મારતા  માસૂમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.

તો બીજી બાજુ આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દર્દનાક હિટ એન રનની ઘટના ઘટી હતી, કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અચાનક ટક્કર મારી દેતા, ઘટના સ્થળ પર જ દંપતિમાંથી એકનું એટલે કે પતિનું મોત થયુ હતુ, અને પત્નીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ ઘટના મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો