Not Set/ બંગાળમાં કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના રિપોર્ટ વગર પ્રવેશ નહી કરી શકે

કોરોના રિપોર્ટ બતાવનો પડશે.

India
mmmm બંગાળમાં કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોના રિપોર્ટ વગર પ્રવેશ નહી કરી શકે

પશ્વિમ બંગાળમાં ત્રીજીવાર સત્તા સંભાળનાર મમતા બેનર્જી એકશન મોડમાં જોવા મળે છે.બંગાળના સુકાન હાથમાં લેતા જ કોરોના કંટ્રોલ કરવામાં માટે કોવિડ-19ના નિયમો કડક કરી દીધા છે.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવો આદેશ જારી કર્યો છે કે કેન્દ્રીય મંત્રીઓએ પણ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો પડશે જો રિપોર્ટ નહી આપે તો તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહી.નવી ગાડલાઇન મુજબ નિમાન ,લાંબા અંતરની ટ્રેન,અને બસોથી આવનાર મુસાફરોએ પણ કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોઇપણ કેન્દ્રીય મંત્રીએ રાજયમાં આવતા પહેલા તેમણે કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.આ ઉપરાંત રાજ્યની બહારથી આવતા લોકોએ પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે,અને જે લોકો સ્પેશિયલ વિમાનમાંથી આવી રહ્યા તેમનો પણ રિપોર્ટ જોઇશું.કાયદા બાબતે કોઇપણ ભેદભાવ ના હોઇ શકે.જો કોઇપણ મુસાફર રિપોર્ટ વગર આવશે તો તેની તપાસ કરવામાં આવશે અને તે પોઝિટિવ હશે તો તેને કવોરોનટાઇન સેન્ટરમાં અથવા હોટલમાં મોકલવામાં આવશે તેનો તમામ ખર્ચ  તેણે જ ઉઠાવવો પડશે.