Bhavnagar city/ ભાવનગરમાં GST વિભાગે વેપારીને લાખોનો દંડ ફટકાર્યો

ભાવનગર શહેર GST વિભાગ દ્વારા ચૂંટણી પૂર્ણ થયા બાદ GST ચોરી કરનાર વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના………….

Top Stories Gujarat
Image 2024 06 21T121622.962 ભાવનગરમાં GST વિભાગે વેપારીને લાખોનો દંડ ફટકાર્યો

@હિરેન ચૌહાણ
Bhavnagar News: ભાવનગર શહેર GST વિભાગ દ્વારા ચૂંટણી પૂર્ણ થયા બાદ GST ચોરી કરનાર વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના વોરા બજારમાં આવેલ કટલેરી અને હોઝિયરી હોલસેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બિલ વગર માલ વહેંચતા ૨૧ લાખની પેનલ્ટી આપવામાં આવી છે.

ભાવનગર કટલેરી અને હોઝિયરી ના વેપરીએ બિલ વગર માલ વહેંચતા ૨૧ લાખની પેનલ્ટી ફટકારતું GST વિભાગ

શહેર ના વોરા બિઝરમાં આવેલ મનોજ ટ્રેડિંગ નામની પેઢીને ફટકાર્યો દંડ

ભાવનગર શહેર અને જિલ્લામાં જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરી કરનાર પેઢીઓ વિરુદ્ધ હવે સ્ટીંગ ઓપરેશન શરૂ કર્યા છે જેમાં જી.એસ.ટી. વિભાગ ના કર્મચારીઓ ગ્રાહક બની બિલ વગર માલ ખરીદવા જાય છે. ત્યારબાદ બિલ વગર માલ વહેંચનાર પેઢી વિરોધ તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં જીએસટી વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે વોરા બજારમાં કટલેરી અને હોઝેરીના હોલસેલના વેપારી મનોજ ટ્રેડિંગ નામની પેઢી પર ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન મનોજ ટ્રેડિંગ પેઢી દ્વારા બિલ વગર માલ વહેંચણી કરવાનું પુરવાર થતાં તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમો અનુસાર મનોજ ટ્રેડિંગ પાસે 21 લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે ત્યારે જીએસટી વિભાગની કાર્યવાહીતી કરચોરી કરનાર વેપારીઓમાં ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ

આ પણ વાંચો: IMDએ કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા