Not Set/ બિહારમાં ફરી નિતીશ કુમાર કે પછી તેજસ્વી, જાણો કોનુ પલડુ છે ભારે

બિહારમાં ફરી એકવાર નિતીશે કુમાર હશે કે બિહાર તેજસ્વી તે જાણવા સૌ કોઇ ઉત્સુક છે. જો કે આ તસવીર થોડી વારમાં સાફ થઈ જશે. અત્યાર સુધી જે વલણો આવ્યા છે તેની સાથે બિહારમાં એનડીએ સરકાર ફરી એકવાર રચાતી હોય તેવું લાગી રહ્યું છે. એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે, જ્યારે મહાગઠબંધને સદી ફટકારી છે. […]

Top Stories India
asdq 22 બિહારમાં ફરી નિતીશ કુમાર કે પછી તેજસ્વી, જાણો કોનુ પલડુ છે ભારે

બિહારમાં ફરી એકવાર નિતીશે કુમાર હશે કે બિહાર તેજસ્વી તે જાણવા સૌ કોઇ ઉત્સુક છે. જો કે આ તસવીર થોડી વારમાં સાફ થઈ જશે. અત્યાર સુધી જે વલણો આવ્યા છે તેની સાથે બિહારમાં એનડીએ સરકાર ફરી એકવાર રચાતી હોય તેવું લાગી રહ્યું છે.

એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે, જ્યારે મહાગઠબંધને સદી ફટકારી છે. આજે સવારે 8 વાગ્યાથી બિહાર ચૂંટણીનાં પરિણામોની તમામ 243 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. બિહારની કુલ બેઠકોની સંખ્યા 243 છે અને બહુમતી માટે, 122 નો આંકડો જરૂરી છે જે એનડીએએ હાંસલ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યનાં તમામ 38 જિલ્લાઓમાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. બિહારની ચૂંટણી માટેનાં મોટાભાગનાં એક્ઝિટ પોલ્સમાં એનડીએ ગઠબંધનની હાર અને આરજેડીની આગેવાની હેઠળનાં મહાગઠબંધનની જીતની આગાહી કરી છે. જો કે પરિણામો જાહેર થાય ત્યારે જ જાણી શકાશે કે એક્ઝિટ પોલ કેટલું સાચુ સાબિત થયું છે. જો કે, વલણોમાં નોંધપાત્ર વિપરીતતા જોવા મળી રહી છે.