Not Set/ ગાંધીનગરમાં યોજાઇ કોંગ્રેસ બેઠક, ભાજપના રાજમાં ભારતનુ ભાવિ જોખમમાં: પરેશ ધાનાણી

ગાંધીનગર, આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ પડી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીએ ચૂંટણીને લઇ તડામાર તૈયારી શરુ કરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. જેમાં પરેશ ધાણાનીએ નિવેદન આપ્યુ હતુ કે, કોંગ્રેસની ટીમે કોંગ્રેસની વિચારધારાને ગામડાના છેવાડાના લોકોના […]

Top Stories Gujarat Videos
mantavya 373 ગાંધીનગરમાં યોજાઇ કોંગ્રેસ બેઠક, ભાજપના રાજમાં ભારતનુ ભાવિ જોખમમાં: પરેશ ધાનાણી

ગાંધીનગર,

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ પડી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીએ ચૂંટણીને લઇ તડામાર તૈયારી શરુ કરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી.

જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. જેમાં પરેશ ધાણાનીએ નિવેદન આપ્યુ હતુ કે, કોંગ્રેસની ટીમે કોંગ્રેસની વિચારધારાને ગામડાના છેવાડાના લોકોના હદયમાં ધબકતી રાખી છે. તેઓ આગામી ચૂંટણીને લઇ ખાટલા પરિષદ, ઓટલા પરિષદ અને વિધાનસભામાં સંમેલન થાય તેવા પ્રયત્ન કરીશુ.

તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ભાજપના રાજમાં ભારતનુ ભાવિ જોખમમાં છે અને કાળાધન મારફતે સામાન્ય માણસના ઇમાનને ખરીદવાની રાજકીય કાવાદાવાની શરુઆત થઇ છે. ત્યારે અમે જનશશકિરણના નિર્ણયને લઇ અમે કાર્યવાહી કરીશુ.