રણચંડી રિયા/ ચલથાણમાં યુવતીએ રણચંડી બનીને લૂંટારૂઓને ભગાડ્યા,લોહીલૂહાણ હાલતમાં…

સુરતના ચલથાણની રામ કબીર સોસાયટીમાં મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે.

Gujarat Surat
લૂંટારૂઓ

નારી તારા રૂપ અનેક. પરંતુ જીવની પરવા કર્યા વિના લૂંટારૂઓ સામે જંગે ચઢવું આસાન કાર્ય નથી.સુરતના ચલથાણની રિયા સ્વૈન નામની 20 વર્ષીય યુવતીએ મોડી રાત્રે ઘરમાં ઘુસેલા ત્રણ લુંટારુઓનો સાહસથી સામનો કર્યો,ન માત્ર સામનો કર્યો પરંતુ પોતાની નાની બહેનને પણ લુંટારુના હાથમાંથી બચાવી લીધી. મહત્વની વાત એ છે કે આ યુવતી કોલેજમાં બી.એસ.સી. નો અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા પણ ચાલી રહી હતી.  આ બનાવ બન્યો,આ યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ લીધી છે.

ચોરોએ ચાકૂ મારતા 24 ટાંકા આવ્યા

સુરતના ચલથાણની રામ કબીર સોસાયટીમાં મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે. મંગળવારની રાત્રે પરિવારના 3 સભ્યો સુઈ ગયા હતા. અને મોટી દીકરી રિયા પરીક્ષા ચાલતી હોવાથી તેની તેયારી કરી રહી હતી. રાત્રે લગબગ 1.30 વાગ્યાના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારુઓ ઘૂસી ગયા હતા. આ ઘટનામાં  રિયાને હાથના ભાગે ચપ્પુથી ઇજા થતાં 24 જેટલા ટાંકા આવ્યા હતા

લૂંટની ઘટનમાં જ્યારે પરિવારે બૂમાબૂમ કરતા ત્રણેય લૂંટારૂઓ ઉભી પૂંછડિયા ભાગ્યા હતા, આ ઘટનામાં હોસ્પિટલમાંથી સારવાર મેળવ્યા બાદ હવે રિયાએ ચોરો સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.

આ પણ વાંચો :કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમરેલીના પ્રવાસે, કહ્યું -સમાજના લોકોને…

આ પણ વાંચો :વીજ અછતને લઈને રાજ્ય સરકારનો નિર્ણય,એક દિવસનો ફરજીયાત વીજ કાપ

આ પણ વાંચો :પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડોદરાની કેની પટેલે પીએમ મોદીને પૂછ્યો પ્રશ્ન, જાણો શું

આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ