રાજકોટ/ ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ગાય અને ખૂંટિયાઓ અડિંગો જમાવીને બેસી જાય છે. જેના પગલે લોકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

Gujarat Others
રખડતા ઢોરનો ત્રાસ
  • ધોરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ
  • મુખ્ય માર્ગો પર જમાવ્યો અડિંગો
  • રસ્તા પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલી
  • આ મુદ્દે તંત્રને અનેક વખત કરાઈ રજૂઆત
  • કોઈ કાર્યવાહી ન થતાં રહીશોમાં રોષ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ગાય અને ખૂંટિયાઓ અડિંગો જમાવીને બેસી જાય છે. જેના પગલે લોકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ રખડતા ઢોરના કારણે અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે. ત્યારે આ રખડતા ઢોરને લઈ સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો :સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

ધોરાજી ના મુખ્ય માર્ગો ને જોતા એવું લાગી રહ્યું છે કે ધોરાજી ના મુખ્ય માર્ગો નહિ પરંતુ પશુઓ નું એક અડ્ડો છે વાત છે રાજકોટ જિલ્લા ના ધોરાજી ની કે જીયા રસ્તે રખડતા ઢોર ની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે ધોરાજી નું ગેલેક્સી ચોક હોઈ શાક માર્કેટ હોઈ કે સ્ટેશન રોડ આં તમામ વિસ્તાર ના મુખ્ય  માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી ને બેસી રહેતા હોઈ છે અને લોકો ને રસ્તા પર થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

a 4 ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

ધોરાજી ના સ્થાનિકો નું આક્ષેપ છે કે ધોરાજી માં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગર ના પશુ ને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી રખડતા આખલા ઓ રસ્તા વચે વારંવાર યુદ્ધ કરતા હોઈ છે અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજા નો ભોગ પણ બન્યા છે સ્થાનિકો નું આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા માં છેલ્લા દશ વર્ષ માં ભાજપ કોંગ્રેસ બને પક્ષ ની સત્તા આવી પરંતુ બને પક્ષ માથી કોઈ પણ પક્ષ ના સતાધીશો એ લોકો ને આખલા ના ત્રાસ માથી મુક્તિ નથી આપાવી.

a 5 ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ

હાલ રસ્તે બેસી રહેલ આખલા નો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકો ને રસ્તા પર થી નીકળવું પાક મુશ્કેલ બન્યું છે ને ખાસ કરી ને બહાર ગામ થી ખરીદી અર્થે આવતી મહિલાઓ પણ આ આખલાઓ થી ભયભીત છે અને લોકો ધોરાજી ખાતે ખરીદી અર્થે આવાનું ટાળે છે.

a 6 ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

હાલ ધોરાજી નગરપાલિકા માં કોંગ્રેસ નું સાશન છે અને રખડતા પશુ અને આખલા ના ત્રાસ માથી પ્રજા ને મુક્તિ અપાવવા માટે ખુદ કોંગ્રેસ શાસિત પાલિકા ના સદસ્ય દિલીપ જાગાની એ તા.1.10.2021 ના રોજ લેખિત અરજી પણ કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ખુદ કોંગ્રેસ ના પાલિકા સદસ્ય નું આક્ષેપ છે કે કોંગ્રેસ શાસિત પાલિકા માં દરેક કામો માત્ર કાગળ પરજ થાઈ છે રખડતા આખલા ને કારણે પ્રજા ત્રહીધામ પોકારી ઉઠી છે ત્યારે કોંગ્રેસ ના સતાધીશો ભેદી મૌન સેવી રહ્યા છે અને હાલ ધોરાજી નગર પાલિકા માં ચીફ ઓફિસર ની જગ્યા ખાલી પડી હોવાને કારણે લોકો ના કામ નથી થઈ રહ્યા થોડા સમય પહેલા આખલા યુદ્ધ માં ધોરાજી ના એક આધેડ ને ઇજા પોહચી હતી અને બાદ માં આધેડ મોત ને પણ ભેટ્યા છે છતાં પાલિકા તંત્ર ના પેટ નું પાણી હલતું નથી.

a 7 ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો :અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, હવામાન વિભાગની આગાહી

 ધોરાજી શહેર ભાજપ ના મહામંત્રી એ કોંગ્રેસ શહીત પાલિકા પર આક્ષેપ કર્યા છે ને કહ્યું છે કે કોંગ્રેસ ના સતાધીશો માત્ર ને માત્ર વિકાસ ના કામો ની વાતો કરે છે પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી અને આજ દિવસ સુધી નગરપાલિકા એ રસ્તે રખડતા પશુ અને આખલા ને પકડવા કોઈ કામગીરી કરી નથી લોકો માટે માથાના દુઃખાવા સમાન બનેલ આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરેલ નથી અને રસ્તે રખડતા પશુ ના માલિકો ને કોઈ નોટીશ પણ આપેલ નથી જેના કારણે લોકો આખલા યુદ્ધ માં ઈજા નો ભોગ બને છે.

આ પણ વાંચો :  રાજ્યની ન.પાનો શહેર સમકક્ષ વિકાસ કરાશે, ટી.પી.સ્કીમમાં કરાશે વધારો 

આ પણ વાંચો :ઊના તાલુકા માંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટેના માત્ર ૨૫૪ ફોર્મ ઉપડ્યા