Suicide/ જામનગરમાં કોરોનાથી એક વેપારીની આર્થિક સ્થિતિ કથળી, અંતે ઝેર ખાઈ કર્યો આપઘાત

જામનગરમાં એક દુખદ ઘટના સામે આવી જેમાં લોકડાઉન બાદ ધંધો ચાલતો ના હોય આર્થિક ભીસ અનુભવી રહેલા એક કારખાનેદારે ઝેરી ટીકડા ખાઈ ને જિંદગી ટુકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Gujarat Others
suicide posion જામનગરમાં કોરોનાથી એક વેપારીની આર્થિક સ્થિતિ કથળી, અંતે ઝેર ખાઈ કર્યો આપઘાત

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે કેન્દ્રસરકારના દિશાનિર્દેશો પર રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કાઓનું લોકડાઉન મહિનાઓ સુધી યથાવત રાખવામાં આવ્યું.જેને કારણે સામાન્ય લોકો અને પોતાના એકમાત્ર વ્યવસાય પર નિર્ભર લોકો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઇ ગયો અને કેટલાયે તો લોકડાઉન સમય દરમિયાન પોતાની આર્થિક સ્થિતિ કથળી જતા આપઘાત કર્યા તો કેટલાય હજુ પણ ચિંતા વચ્ચે જીવી રહ્યા છે.

આ પણ વાંચો:  અલથનમાં જિમ ટ્રેનર પર 4 થી 5 યુવાનોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

એવામાં જામનગરમાં એક દુખદ ઘટના સામે આવી જેમાં લોકડાઉન બાદ ધંધો ચાલતો ના હોય આર્થિક ભીસ અનુભવી રહેલા એક કારખાનેદારે ઝેરી ટીકડા ખાઈ ને જિંદગી ટુકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો:  અહેમદ પટેલના દિકરા-દીકરી રાજકારણમાં જોડાશે કે નહીં, મળ્યો આ જવાબ

સીટી સી ડીવીઝન પોલીસના ચોપડે જાહેર થયા મુજબ ગોકુલનગર નજીક કૈલાશ નગરરમાં વસવાટ કરતા દિલીપ કરશનભાઈ વાંસજાળિયા નામના 40 વર્ષીય વ્યક્તિ કારખાનું ચલાવે છે, પણ લોકડાઉનને કારણે અને તે બાદ ધંધો જોઈ તેવો ચાલતો ના હોય અને સતત આર્થિક ભીસ ભોગવી રહેલા દિલીપભાઈએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લઇ જિંદગી ટુકાવી દીધાનું જાહેર થયું છે.જેની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…