Jamnagar/ જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ બુલેટ સહિતના બાઈક ડિટેઇન કરાયા ૧.૬૩ લાખનો દંડ વસુલાયો

Gujarat Others
YouTube Thumbnail 2024 04 10T190605.169 જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવનારા બાઈકર્સ સામે પોલીસ તંત્ર સખત બન્યું છે, અને જાહેરમાં બાઈક ચલાવી ફાયર સાઇલેન્સર વડે ઘોંઘાટ કરતા બાઈક ચાલકો ના પોલીસે સીન વીખી નાખ્યા છે, અને છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડિટેઇન કરી લીધા છે. જેઓ પાસેથી ૧.૬૩ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

YouTube Thumbnail 2024 04 10T190540.097 જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

 જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી  છેલબટાઉ યુવાનો ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા જોવા મળે છે, તેમજ કેટલાક બુલેટ ચાલકો કે જેઓ પોતાના વાહનમાં ફાયર સાઇલેન્સર લગાવીને ધ્વનિ પ્રદુષણ કરતા હોય છે, તેમજ સ્પોર્ટ્સ બાઈક વગેરે ભયજનક રીતે ચલાવી ઘોંઘાટ કરતા હોવાનું ધ્યાન માં આવ્યું હતું.

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી ટીમ બનાવીને સાત રસ્તા સર્કલ, તળાવની પાળ, સુભાષ બ્રિજ, આશાપુરા હોટલ, પંચવટી સર્કલ. સહિત અલગ અલગ વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, અને એકીસાથે ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, તદઉપરાંત ટ્રાફિક નિયમનના ભંગ બદલ રૂપિયા ૧,૬૩,૮૦૦ નો હાજર દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

YouTube Thumbnail 2024 04 10T190522.654 જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

 ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગજજર, પી.એસ.આઇ. આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, ડી.જે. જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:હવે લગ્નજીવનના વિખવાદો માટે લોક અદાલત

આ પણ વાંચો:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

આ પણ વાંચો:દેશની લાઇફ લાઈન રેલવેની વધુ એક બેદરકારી, રાજધાની ટ્રેનના યાત્રીના જમવામાં નીકળી….