AAP Party/ રાજકુમાર આનંદને ખૂબ ડરાવાયા હતા, અમને તેમનાથી સહાનુભૂતિ છે

આપનો દાવો તે જલ્દીથી ભાજપમાં જોડાશે

Top Stories India
Beginners guide to 2024 04 10T191617.524 રાજકુમાર આનંદને ખૂબ ડરાવાયા હતા, અમને તેમનાથી સહાનુભૂતિ છે

Delhi News : દિલ્હી એક્સાઈઝ પોલીસી સ્કેમ કેસમાં આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી વધી છે, જે તાત્કાલિક ખતમ થાય તેવું લાગતું નથી. એક બાજુ પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ જેલમાં બંધ છે બીજીતરફ દિલ્હીના એક મંત્રીએ મંત્રી પદેથી રાજીનામુ આપવાની સાથે પાર્ટી પણ છોડી દીધી છે. જેને પગલે આપ પાર્ટીએ પ્રેસ કોનફરન્સ કરીને તેમની પ્રત્યે નારાજગીને બદલે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

બુધવારે દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહેલા રાજકુમાર આનંદે રાજીનામુ આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ મહોંતા ઈચ્છતા કે તેમનું નામ કોઈ ભ્રષ્ટાચાર સાથે જોડાય. તેમને નથી લાગતુ કે તેમની સરકાર પાસે શાસન ચલાવવાની કોઈ નૈતિકતા બચી હોય.

રાજકુમાર આનંદના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રોસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે અમને જેની ચિંતા હતી તે થવા લાગ્યું છે. આ જ અમે પહેલા દિવસથી કહી રહ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે આજ પછી એક સવાલ બંધ થઈ જશે કે ઈડીની ધરપકડ પાછળ આપને તોડવાનો ઈરાદો છે. એ જ કામ હવે દિલ્હીમાં થઈ રહ્યું છે. આજે આપના એક એક મંત્રી અને વિધાનસભ્યની પણ અગ્ન પરીક્ષા છે કે આપણે કેવી રીતે આવા માહોલમાં ભાજપથી લડી શકીએ છીએ.

સંજય સિંહે વધુમાં દાવો કર્યો કે તમે લોકો જોઈ લેજો, આનંદ જલ્દીથી ભાજપમાં સામેલ થઈ જશે. જોકે ભાજપે જ તેમની પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને 23 કલાક સુધી ઈડીનો દરોડો પડ્યો હતો.

સંજય સિંહે કહ્યું કે અમે રાજકુમારને ધોખેબાજ નહી કહીએ. તે ઈડીથી ડરી ગયા છે. તે તેમના સાથીદારોને કહી રહ્યા હતા કે જ્યારે થોડા સક્રિય થઈએ છીએ તો ઈડીની ફોજ આવી જાય છે. સંજય સિંહે કહ્યું કે આ રાજકીય આત્મહત્યા છે. તેમને ખૂબ ડરાવવામાં આવ્યા હશે. એકતરફ માહિતી મળી છે કે 12 એપ્રિલે ઈડીની નોટીસ પણ મલી હતી. અમારે રાજકુમાર આનંદ નતી બનવું. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા બનવું છે.

અમને રાજકુમાર આનંદ સામે સહાનુભૂતિ છે. આનંદે કહ્યું કે તે ભાજપમાં નહી જાય. થોડી રાહ જુઓ, બદું સામે આઐવી જશે.

જ્યારે આપના નેતાઓને પુછવામાં આવ્યું કે આનંદનો આરોપ ચે કે પાર્ટીમાં દલિતોનું સન્માન નથી થતું તેના પર સંજય સિંહે કહ્યું કે આ જ પાર્ટી છે જ્યાં દલિતોનું કૂબ સન્માન ચે. બાબા સાહેબના સપનાઓને ફક્ત અમે જ સાકાર કર્યા છે.

સંજય સિંહ બોલ્યા કે પીસીમાં આનંદ એક સ્ક્રિપ્ટ વાંચતા દેખાયા હતા. જે કદાચ કોઈ બીજાએ તેમને આપી હતી. આ અંગે સૌરભ ભારદ્વાજે કહ્યું કે  આજે બપોરે જ તેમણે સંજય સિંહની એક પોસ્ટને એક્સ પર પોસ્ટ કરી હતી.પરંતુ અચાનક આ વાત સામે આવી છે.

સૌરભે વધુમાં કહ્યું કે ભાજપ આ જ કરાવે છે પહેલા પાર્ટીઓને તોડે છે અને તેમને પોતાના દળમાં સામેલ કરે છે. નવા મંત્રી નક્કી કરવા સવાલ પર ભારદ્વાજે કહ્યું કે હાલમાં તો આ મંત્રી પર જ ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે નવા મંત્રી આવશે તો તેઓ તેમને પણ આ જ રીતે પરેશાન કરશે અને તેમને પણ પાર્ટી ચોડવા મજબૂર કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો