Surat/ ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે 2005માં ઝારખંડ રાજ્યના શિવપુર ગામમાં રેપ વિથ મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આ

Top Stories Gujarat Surat
4 19 1 ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવાની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2005માં ઝારખંડ રાજ્યના શિવપુર ગામમાં પ્રેમિકા સાથે રેપ વિથ હત્યાના ગુનામાં ભાગતા ફરતા અને સુરતમાં રહેતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ હતો અને આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરી તેને સતાગવા પોલીસને સોંપવામાં આવ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે 2005માં ઝારખંડ રાજ્યના શિવપુર ગામમાં રેપ વિથ મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 18 વર્ષથી ભાગતો ફરતો હતો અને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રિંગ રોડ ન્યુ આદર્શ માર્કેટ ખાતેથી આરોપીને પકડી પાડ્યો છે. આરોપીનું નામ મુકેશકુમાર સિંગ હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી મુકેશ કુમારે તેના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સામે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ લગ્ન કરવા બાબતે તેને પ્રેમિકા સાથે અણબનાવ થયો હતો અને ત્યારબાદ આરોપી મુકેશ કુમારે 4 માર્ચ 2005ના રોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં યુવતીના ઘરમાં ઘૂસીને તેની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી મુકેશકુમાર ભાગી ગયો હતો અને ત્યારબાદ મૃતક યુવતીની ભાભી દ્વારા સમગ્ર મામલે સતગાવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકને ચાર મહિનાનો ગર્ભ હતો અને તેથી યુવતી મુકેશને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને તેના જ કારણે મુકેશ દ્વારા પ્રેમિકાની હત્યા કરી નાખવામાં આવી હતી. મુકેશ યુવતી લની હત્યા કર્યા બાદ સુરત ખાતે તેના સહ લપરિવારના સભ્યો સાથે રહેતો હતો અને ત્યારબાદ તે પોતે ક્યારેય પણ પોતાના વતનમાં ગયો ન હતો. મહત્વની વાત છે કે આરોપી સુરતમાં હતો તે સમયે વતનમાં તેના પિતાજીનું અવસાન થયું હતું. છતાં તે પોતાના પિતાજીની અંતિમવિધિમાં પણ ગયો ન હતો પરંતુ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના અને રેપના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ભાગતા ફરતા આરોપી મુકેશની ધરપકડ કરી તેને સતગાવા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ગાંધીનગર/PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

આ પણ વાંચો:PM Modi In Rajkot/PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

આ પણ વાંચો:સુરત/અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત