જૂનાગઢ/ આર્મીમેન પતિએ પત્ની પર ફાયરિંગ બાદ મહિલાને બંદૂકના હાથાથી માર માર્યો

જૂનાગઢમાં એક પતિ દ્વારા પોતાની પત્નીની મારકૂટ કરતો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં આર્મીમેન પતિ દ્વારા પત્ની પર ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કર્યા બાદ મહિલાને તેના પતિ દ્વારા બંદૂકના હાથા દ્વારા માર મારવામાં આવ્યો હતો.

Gujarat Others
ફાયરિંગ
  • જૂનાગઢમાં પતિ દ્વારા પત્ની પર ફાયરિંગનો મામલો
  • આર્મીમેન પતિએ પત્ની પર કર્યું હતું ફાયરિંગ
  • ફાયરિંગ બાદ મહિલાને બંદૂકના હાથાથી માર માર્યો
  • પતિેએ પોતાના સસરાની સામે જ કર્યું હતું ફાયરિંગ
  • મે તને પ્રેમ કર્યો હતો, કહીને પત્નીને માર્યો માર
  • ઘાયલ મહિલાએ કરી છે જીવલેણ હુમલાની ફરિયાદ
  • પોલીસે આરોપીની ઘટનાસ્થળેથી ઝડપી પાડયો
  • પત્નીને માર મારતા પતિનો વીડિયો આવ્યો સામે

આજે મહિલા દિવસ છે અને મહિલા સશક્તિકરણની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ જૂનાગઢમાં મહિલાની મારપીટનો વીડિયો સામે આવ્યો છે. તે દર્શાવે છે કે મહિલા સશક્તિકરણ બાબતે સમાજે વધુ વિચારવાની જરૂર છે. જૂનાગઢમાં એક પતિ દ્વારા પોતાની પત્નીની મારકૂટ કરતો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં આર્મીમેન પતિ દ્વારા પત્ની પર ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ કર્યા બાદ મહિલાને તેના પતિ દ્વારા બંદૂકના હાથા દ્વારા માર મારવામાં આવ્યો હતો. પતિએ પોતાના સસરા સામે જ પત્ની પર ફાયરિંગ કર્યું હતું. મહિલાને માર મારતા તેનો પતિ એમ પણ કહી રહ્યો હતો કે મે તને પ્રેમ કર્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત મહિલાએ જીવલેણ હુમલા સંદર્ભે પતિ સામે ફરિયાદ કરી છે. પોલીસે આરોપી પતિને ઝડપી પાડયો છે.

આ અંગમળતી માહિતી અનુસાર, જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં કામ કરતા સ્મિતાબેન ફરજ પર હતા એ સમયે અચાનક યુપીના મેરઠમાં અગાઉ ફરજ બજાવતા પતિએ અચાનક ઘસી આવી મારકુટ કરી ફાયરિંગ કર્યું હતું. સ્મિતાબેનને ગોળી લાગતા ઇજાગ્રસ્ત બનેલ હતા. અચાનક થયેલ ફાયરીંગની ઘટનાથી સન્નાટો પ્રસરી ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ફાયરિંગ કરવા પાછળ ઘરકંકાસ હોવાની ચર્ચા થઈ રહેલ છે. જો કે આ ઘટનાને લઈ આંગણવાડી ખાતે દોડી આવેલ પોલીસે ગણતરીના સમયમાં ફાયરિંગ કરનાર નિવૃત આર્મીમેન પતિને એ ડિવિઝન પોલીસ સ્ટાફે હથિયાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ મહાનગરમાં સન્નાટા સાથે ચકચાર પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો :બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવીમોટની છલાંગ

આ પણ વાંચો :દીકરીના બર્થ-ડે કેક કાપતા પહેલા પિતાએ ખાધો ગળેફાંસો, ઉજવણી ફેરવાઇ માતમમાં

આ પણ વાંચો :કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે કર્યું આટલા કરોડની દાન

આ પણ વાંચો :ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક, PM મોદી ખેલ મહાકુંભમાં હાજરી આપશે