Not Set/ કાબુલમાં બેક ટૂ બેક બ્લાસ્ટમાં 72 થી વધુ લોકોનાં મોત, 150 થી વધુ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ નજીક ગુરુવારે બેક ટૂ બેક સીરિયલ બ્લાસ્ટ થયા હતા. થોડી સમયનાં અંતરમાં બે વિસ્ફોટ થયા હતા.

Top Stories World
બ્લાસ્ટમાં

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ નજીક ગુરુવારે બેક ટૂ બેક સીરિયલ બ્લાસ્ટ થયા હતા. થોડી સમયનાં અંતરમાં બે વિસ્ફોટ થયા હતા. ગુરુવાર સાંજ સુધી બે બ્લાસ્ટ થયા હતા. વળી, ત્રીજો બ્લાસ્ટ મોડી રાત્રે થયો હતો. ISIS એ આ હુમલો કર્યો હોવાની જવાબદારી લીધી છે. અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, તેઓ તેમના તમામ નાગરિકોને ત્યાંથી હટાવી દેશે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 72 થી વધુ લોકોનાં મોત થયા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

1 278 કાબુલમાં બેક ટૂ બેક બ્લાસ્ટમાં 72 થી વધુ લોકોનાં મોત, 150 થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – અફઘાનિસ્તાન કટોકટી / તાલિબાનનું વધુ એક ફરમાન : મહિલાઓ ઘરેથી જ કરે કામ,સુરક્ષાની ગેરંટી નહીં

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બિલકૂલ કંટ્રોલમાં દેખાઇ રહી નથી. અહી દિવસો જતા પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. કાબુલમાં એક પછી એક બ્લાસ્ટનાં સમાચાર સામે આવ્યા બાદ અફઘાનિસ્તાન સહિત સમગ્ર વિશ્વ ચિંતામાં છે. રાત્રી એકવાર ફરી થયેલા વિસ્ફોટમાં કહેવાય છે કે, અંદાજે 72 થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં, 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાનુ પમ સામે આવી રહ્યુ છે. ઉપરાંત આ હુમલામાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. અંતિમ હુમલો એરપોર્ટનાં ગીચ સ્થળે થયો હતો. આપને જણાવી દઇએ કે, કાબુલમાં થયેલા વિસ્ફોટ પર અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને ચેતવણી આપી હતી કે, અમે માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. તમને શોધીશુ અને તમારો શિકાર કરીશુ. અમે અફઘાનિસ્તાનમાં રહેતા અમારા અમેરિકન નાગરિકોને બચાવીશું, તેમજ અમારા સાથીઓને બહાર કાઠીશું. અમારું મિશન ચાલુ રહેશે. જો જરૂર પડશે તો વધારાનાં અમેરિકન સૈનિકોને ફરીથી અફઘાનિસ્તાનમાં મોકલીશું. અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા પછી, રાજધાની કાબુલ છેલ્લા ઘણા દિવસોમાં ઘણા સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. સત્તામાં રહેલા મંત્રીઓથી લઇને નેતાઓ સુધી બધા પોતાનો જીવ બચાવવા ભાગી ગયા છે. આ પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. આવી સ્થિતિમાં અન્ય દેશો પણ તેમના લોકો સાથે અફઘાનિસ્તાનનાં લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. દરમિયાન, રાજધાની કાબુલમાં ગુરુવારે સિરિયલ બોમ્બ વિસ્ફોટથી હચમચી ગયું હતું, જેમાં અત્યાર સુધીમાં 72 થી વધુ લોકોનાં મોત થયા છે. ભારતે આ બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરી છે.

1 279 કાબુલમાં બેક ટૂ બેક બ્લાસ્ટમાં 72 થી વધુ લોકોનાં મોત, 150 થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો –કાબુલ બ્લાસ્ટ / અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોએ સવારે જ હુમલાની ચેતવણી આપી હતી, બ્રિટિશ વડા પ્રધાનને બોલાવી ઇમરજન્સી બેઠક

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરે છે. અમે આ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આજનો હુમલો વિશ્વને આતંકવાદ અને સલામત આશ્રયસ્થાન પૂરા પાડનારા આતંકવાદીઓ સામે એકજૂથ રહેવાની જરૂરિયાતની પુષ્ટિ કરે છે. અહીં, સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઇએ આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ અમેરિકી અધિકારીઓએ ઇસ્લામિક સ્ટેટના અફઘાન સાથી આઇએસઆઇએસ-ખોરાસન તરફ આંગળી ચીંધી છે, જે પશ્ચિમ અને તાલિબાન બંનેનો દુશ્મન છે. માંથી ઉભરી આવ્યા. કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બહાર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકોને એરપોર્ટની મુસાફરી ટાળવા અને એરપોર્ટના દરવાજા ટાળવા માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે.