સમસ્યા/ બનાસકાંઠાનાં કાંકરેજમાં સ્થાનિકોની એક જ માગ | ‘ટોલ ટોલટેક્ષમાંથી મુકિત આપો’

બંને ટોલટેક્ષ વચ્ચે ટોલટેક્ષથી પિસાતી કાંકરેજની પ્રજાને ટોલમુકત કરવા ઉગ્ર માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું અને ઝડપથી આ બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

Gujarat Others Trending
કાંકરેજ

કાંકરેજ તાલુકામાંથી રાઘનપુર-પાલનપુર નેશનલ હાઇવે નંબર-૨૭ પસાર થાય છે.જેના ઉપર વાહનોને રસ્તા ઉપર ચાલવા માટે નેશનલ હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરીટીવાળા દ્વારા લોકોને પોતાના વાહન ચલાવવા માટે ટોલટેક્ષ ચુકવવો પડે છે.પરંતુ નેશનલ હાઇવે નંબર-૨૭ ઉપર માત્ર ૪૨ કિલોમીટરના અંતરે બે ટોલનાકા આવતાં હોવાથી કાંકરેજ પંથકના તેમજ આજુબાજુ તાલુકાના લોકો પરેશાન થઇ રહ્યા છે.એ ટલે આ બંને ટોલટેક્ષ ઉપર સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી માફ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકાના સ્થાનિક આગેવાનો અને  લોકો તેમજ વિવિઘ સંગઠનો દ્વારા શિહોરી રેસ્ટહાઉસથી કાંકરેજ મામલતદાર કચેરી સુઘી પગપાળા બેનરો સાથે રેલીસ્વરુપે આવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કાંકરેજમાં….

કાંકરેજ

આ આવેદનમાં ટોલનાકા ઉપર કાંકરેજ તેમજ સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી મુકત કરવા,બે ટોલટેક્ષનુ અંતર ઘટાડવામાં આવે,રોડ પર રખડતાં ઢોર માટે ઓથોરીટી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે, નિયમ અનુસાર દરેક વળાંકમાં રેડીયમ લગાવવામાં આવે,પ્રેસ મિડીયા અને ઇલેકટ્રોનિક મિડીયાને ટોલટેક્ષમાંથી મુકિત મળવી જોઇએ,હાઇવે એકદમ દુર્ગમ છે.અને ખાડાઓનુ સામ્રાજય છે તે રીપેરીંગ કરવામાં જેવા વિવિઘ મુદાઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં વિશાળ સંખ્યામાં વિવિઘ સંગઠનો,જીલ્લા સદ્સ્યો,તાલુકા સદ્સ્યો,સરપંચો તેમજ સ્થાનિક લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.અને આ બંને ટોલટેક્ષમાં ટોલટેક્ષથી પિસાતી પ્રજાને મુકિત આપવામાં આવે તેવી ઉગ્રમાંગ  કરવામાં આવી હતી.તેમજ મુડેઠા અને ભલગામ ખાતે પણ ટોલટેક્સના મેનેજરોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને સૂત્રોચાર સાથે લોકલ વાહનોને ફ્રીમાં થોડીવાર માટે કાઢવામાં આવ્યા હતા ત્યાંરે 16 તારીખ સુધીમાં જિલ્લાના લોકલ વાહનો માટે ટોલ ફ્રી નહિ કરવામાં અવે તો 16-8-2022 ના રોજ મુડેઠા ખાતે આવેલા ટોલનાકા પર હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા ઘરના કરવામાં આવશે  તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન