Not Set/ કાશ્મીરમાં ઇન્ટરનેટ આટલા માટે જ પ્રતિબંધીત રખાયેલું, ખુલ્લું મુકતા આવું થયું

કાશ્મીરમાંથી 370 કલમ નાબુદ કરવાની સાથે સાથે સરકાર દ્વારા બીજા તકેદારીનાં પગલા પણ ભરવામાં આવ્યા હતા. અને ઇન્ટરનેટ પર પ્રિબંધ મુકવો એ પણ એક તકેદારીનાં પગલાનો ભાગ હતો. સરકાર દ્વારા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું અને કાલે પણ કાશ્મીરનાં હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે ઇન્ટરનેટ પર પ્રતિબંધ યોગ્ય છે કારણ કે, તેનો ઉપયોગ […]

Top Stories India
pjimage 17 કાશ્મીરમાં ઇન્ટરનેટ આટલા માટે જ પ્રતિબંધીત રખાયેલું, ખુલ્લું મુકતા આવું થયું

કાશ્મીરમાંથી 370 કલમ નાબુદ કરવાની સાથે સાથે સરકાર દ્વારા બીજા તકેદારીનાં પગલા પણ ભરવામાં આવ્યા હતા. અને ઇન્ટરનેટ પર પ્રિબંધ મુકવો એ પણ એક તકેદારીનાં પગલાનો ભાગ હતો.

સરકાર દ્વારા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું અને કાલે પણ કાશ્મીરનાં હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે ઇન્ટરનેટ પર પ્રતિબંધ યોગ્ય છે કારણ કે, તેનો ઉપયોગ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરીત તત્વો દ્વારા ખીણ વિસ્તારમાં અશાંતિ ફેલાવવામાં થાય છે.

no internet 1 કાશ્મીરમાં ઇન્ટરનેટ આટલા માટે જ પ્રતિબંધીત રખાયેલું, ખુલ્લું મુકતા આવું થયું

મલિક દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભાંગફોળ્યા અને રાષ્ટ્ર વિરોધી તત્વો ખીણ મામલે ખોટું જુઠાણું ફેલાવે છે.

ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પૂર્વરત કરવામાં આવતા જ મલિક અને સરકારની વાત સાચી સાબિત થઇ ગઇ છે. કાશ્મીરનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી), રાજોરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર સંવેદનશીલ પોસ્ટ્સ માટે IPCની કલમ 153-એ, અને IT એક્ટની 66-બી હેઠળ 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

kashmir કાશ્મીરમાં ઇન્ટરનેટ આટલા માટે જ પ્રતિબંધીત રખાયેલું, ખુલ્લું મુકતા આવું થયું

આ તમામ લોકો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમનો દુરઉપયોગ કરીને કાશ્મીરમાં પલિતો ચાંપવાનાં પ્રયાસો કરવામાં આવતા હોવા સબબ આ પગલું લેવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં પણ જો કોઈ પણ જે શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સાથે અને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.