Surendranagar/ લીંબડી માર્કેટીંગ યાર્ડમાં CCI દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરાઈ, ખેડૂતોમાં છવાઈ આનંદની લાગણી

  @સચીન પીઠવા,  સુરેન્દ્રનગર – મંતવ્ય ન્યૂઝ લીંબડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખરીદીના પ્રથમ દિવસે એક મણ કપાસના 1110 રૂ. ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. લીંબડી અને ચુડા તાલુકામાં બીટી કપાસનું મોટા વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસ વીણવાની શરૂઆત થતા […]

Gujarat Others
corona 14 લીંબડી માર્કેટીંગ યાર્ડમાં CCI દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરાઈ, ખેડૂતોમાં છવાઈ આનંદની લાગણી

 

@સચીન પીઠવા,  સુરેન્દ્રનગર – મંતવ્ય ન્યૂઝ

લીંબડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખરીદીના પ્રથમ દિવસે એક મણ કપાસના 1110 રૂ. ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

લીંબડી અને ચુડા તાલુકામાં બીટી કપાસનું મોટા વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસ વીણવાની શરૂઆત થતા સ્થાનિક વેપારીઓએ 850થી 1100 રૂપિયા સુધી કપાસની ખરીદી શરૂ કરી હતી. સ્થાનિક બજારમાં કપાસના ભાવ ઓછા મળતા લીંબડી-ચુડા તાલુકાના ખેડૂતોની માંગ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાની રજૂઆતને ધ્યાને રાખીને સીસીઆઈ દ્વારા માર્કેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. એપીએમસી ચેરમેન ધીરૂભાઈ સિંધવની હાજરીમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ હતી. હરાજીમાં 1 મણ કપાસના ઊંચા ભાવ 1110 રૂ. મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

corona 15 લીંબડી માર્કેટીંગ યાર્ડમાં CCI દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરાઈ, ખેડૂતોમાં છવાઈ આનંદની લાગણી

સીસીઆઈના પ્રકાશભાઈ પટેલ, બાબુભાઈ નરસિંહના મિલન જીનીંગથી બિપીનભાઈ, મયુર પટેલ, સી.કે.શાહ સહિત મોટી સંખ્યામાં કપાસ ખરીદવા વેપારી હાજર રહ્યા હતા લીંબડી માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે 500 મણ કપાસની ખરીદી કરવામાં આવી હતી. કપાસની ક્વોલિટી પ્રમાણે ખરીદી કરાઈ હતી. લીંબડી એપીએમસીનાં સેક્રેટરી દિવિપસિંહ રાણાએ કહ્યુ કે, જિલ્લાનાં કોઈપણ તાલુકાના ખેડૂતો લીંબડી CCIમાં કપાસ વહેંચી શકશે.

corona 16 લીંબડી માર્કેટીંગ યાર્ડમાં CCI દ્વારા બીટી કપાસની ખરીદી શરૂ કરાઈ, ખેડૂતોમાં છવાઈ આનંદની લાગણી

સીસીઆઈ દ્વારા કપાસની ક્વોલિટી પ્રમાણે 1108થી 1155 રૂપિયે કપાસની ખરીદી કરવામાં આવશે. સવારે 9 કલાકે ખેડૂતો કપાસ લઈ આવી શકે છે. લીંબડી-ચુડા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના કોઈપણ તાલુકાના ખેડૂતો લીંબડી માર્કેટીંગ યાર્ડમાં કપાસ વહેંચી શકશે. ખેડૂતોએ આધારકાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8-અ, તલાટીનો કપાસના વાવેતરનો દાખલાની 2 નકલો સાથે રાખવાની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો