Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાકાળ આજે પણ જોવા મળી રહ્યો છે. દિવસો જતા કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.

Top Stories India
Mantavya 138 મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાકાળ આજે પણ જોવા મળી રહ્યો છે. દિવસો જતા કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. અહી રોજ કોરોનાનાં આંકમાં વધારો થતા સંપૂર્ણ મહારાષ્ટ્રમાં એકવાર ફરી લોકડાઉન થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Mantavya 139 મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં નવા કેસોની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ હજારો નવા સંક્રમણ નોંધાઇ રહ્યા છે. આજે તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. બીજી તરફ, રાજ્યમાં કોરોના પર પ્રતિબંધ મૂકવા માટે નાઈટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,414 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 108 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27,13,875 લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે, જ્યારે 54,181 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 3,25,901 સક્રિય કેસ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 35,726 નવા કેસ નોંધાયા હતા.

વળી, મુંબઇની જો વાત કરીએ તો અહી પણ કોરોનાનાં રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 6,923 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ કેસ વધીને 3,98,674 થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 11,649 લોકોનાં મોત નીપજ્યાં છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ