Covid-19/ મહારાષ્ટ્રમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ, 16 હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું

દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે.

India
bumrah sanjana 1615012223 1 મહારાષ્ટ્રમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ, 16 હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું

દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. અહી સ્થિતિ સતત બેકાબુ થઇ રહી છે.

Corona effect / કોરોનાના P1 સ્ટ્રેનનો બ્રાઝિલમાં તરખાટ, એક દિવસમાં એક હજારથી વધુ મોત

મહારાષ્ટ્રનાં ઘણા શહેરોમાં જાહેર જનતા માટે અવર-જવર પર અંકુશની સાથે રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ એક ચેતવણી આપી છે કે ખરેખર કોરોના જોખમી પરિસ્થિતિમાં પહોંચી રહ્યો છે. ટોપે કહ્યું કે, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને પોલીસ કમિશનરો સાથે ચર્ચા કર્યા પછી કડક પગલાની જાહેરાત કરી શકાય છે. આપને જણાવી દઇએ કે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 31 માર્ચ સુધી COVID હોટસ્પોટ વિસ્તારોને લોકડાઉન કરવામાં આવે છે. હજી સુધી થાણેનાં 16 વિસ્તારોને હોટસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિશન ફરી શરૂ હેઠળ આપેલી છૂટ મુજબ હોટસ્પોટની બહારનાં વિસ્તારોમાં પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.

Fire / કલકત્તાની બહુમાળી ઈમારતમાં 13 મા માળમાં આગ ભભૂકી, 7 જીવતા ભૂંજાઈ ગયા

સમાચાર અનુસાર – કોરોના વાયરસનાં વધતા વાયરસનાં કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. 31 માર્ચ સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનમાં જરૂરી ચીજ-વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, બાકીની બાબતો પર ખૂબ કડક વલણ રહેશે. એક દિવસ અગાઉ મુંબઇમાં કોરોના વાયરસનાં 1361 કેસ નોંધાયા છે. વળી સમગ્ર મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ મહિનામાં આ આંકડો સૌથી વધુ છે. પાંચ મહિનામાં, એક જ દિવસમાં આટલા બધા કિસ્સા બન્યા નહીં.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ