ચૂંટણી/ ઓડિશામાં BJDએ જિલ્લા પરિષદની ચૂંટણીમાં કર્યું ક્લીન સ્વીપ,તમામ 30 જિલ્લામાં પ્રચંડ જીત

બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. બીજેડીએ ક્લીન સ્વીપ કરીને તમામ 30 જિલ્લામાં જીતનો ઝંડો લહેરાવ્યો છે

Top Stories India
20 1 ઓડિશામાં BJDએ જિલ્લા પરિષદની ચૂંટણીમાં કર્યું ક્લીન સ્વીપ,તમામ 30 જિલ્લામાં પ્રચંડ જીત

બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. બીજેડીએ ક્લીન સ્વીપ કરીને તમામ 30 જિલ્લામાં જીતનો ઝંડો લહેરાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીજેડીએ ચૂંટણી માટે સારા રેકોર્ડ ધરાવતા યુવા અને શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટાયેલા 30 જિલ્લા પરિષદ પ્રમુખોમાંથી 15ની ઉંમર 40 વર્ષથી ઓછી છે, 23ની ઉંમર 50 વર્ષથી ઓછી છે. તમામ જિલ્લા પરિષદ પ્રમુખોની સરેરાશ ઉંમર 41 વર્ષ છે.

ખાસ વાત એ છે કે રાજ્યમાં 70 ટકા જિલ્લા પરિષદ પ્રમુખ મહિલાઓ છે, જ્યારે 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. આમ છતાં સીએમ પટનાયકે સૌથી વધુ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. પરિણામમાં 21 મહિલા ઉમેદવારો જિલ્લા પરિષદ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ વિજયી બની છે.

મળતી માહિતી મુજબ, માત્ર 23 વર્ષની સરસ્વતી માંઝી સૌથી યુવા જિલ્લા પરિષદ પ્રમુખ તરીકે ચૂંટાઈ છે. માંઝી B.Sc માં સ્નાતક છે.  સમરી તંગુલ સ્વાભિમાન આંચલ મલકાનગિરીમાં જિલ્લા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સમરી 26 વર્ષની છે અને તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

અગાઉ ઓડિશા પંચાયત ચૂંટણીમાં 829 જિલ્લા પરિષદ બેઠકોમાંથી બીજેડીએ 743 બેઠકો કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપે 42 બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસને 37 અને INDને ત્રણ બેઠકો પર જીત મળી હતી. આ સિવાય 4 સીટો અન્યના ખાતામાં ગઈ.