અમદાવાદ/ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

અમદાવાદના સરદારનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરણિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
WhatsApp Image 2023 05 18 at 12.50.39 PM એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી દ્વારા પ્રેમીકા પર હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તમને સુરતની ગ્રીષ્મ હત્યા કેસ તો યાદ જ હશે. કેવી રીતે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે માસૂમ ગ્રીષ્મને તેના જ પરિવાર સામે મારી નાંખી હતી. ત્યારે ફરી એક વાર આવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યાં પ્રેમમાં પાગલ યુવકે પરણિતા પર છરી વડે હુમલો કર્યો હતો.જે બાદ લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરણિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. યુવક પરણિતાના એક તરફી પ્રેમમાં હતો.

જેથી તે તેને પામવા માગતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ પરિણીતાના પરિવારે લગ્નનો કરવા ઈન્કાર કરતા આરોપીએ યુવતી પર છરી વડે હુમલો કર્યો છે.  પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ