Not Set/ પાલનપુરમાં પિતાએ પત્નીનો ગુસ્સો કાઢ્યો દીકરી પર, 1 વર્ષની માસૂમને નાખી કૂવામાં

પત્ની કોઈક કારણોસર રિસાઈને પીયર રહી હતી અને બાર મહિનાની બાળકીને મૂકીને જતા રમેશએ પત્નીની રિષ બાળકી ઉપર કાઢી બાળકીને કૂવામાં ફેકી દીધી હતી…

Gujarat Others
કૂવામાં

બનાસકાંઠામાં ક્રાઈમની ઘટના રોજબરોજ અને અવનવી બની રહી છે.બનાસકાંઠા ના જિલ્લાવાસીઓ કાયદાથી ડરતા ન હોય તેમ ક્રાઈમ કરતા ડરતા નથી અને આવી જ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે.અમીરગઢના થળા ગામના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે ધાણધા જતી રહી હતી. જ્યાં તેનો પતિ આવીને ‘મારી દીકરી આપી દે…’ તેમ કહી 12 માસની બાળકીને લઇ નીકળી ગયો હતો. બાદમાં જ આ જ દીકરીને સગા પિતાએ નજીકમાં એક કૂવામાં ફેંકી દેતા ચકચાર મચી છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું મોત

બનાસકાંઠાના પાલનપુરના ધાણધા ગામમાં રહેતા રમેશ ચૌહાણ ની પત્ની કોઈક કારણોસર રિસાઈને પીયર રહી હતી અને બાર મહિનાની બાળકીને મૂકીને જતા રમેશએ પત્ની ની રિષ બાળકી ઉપર કાઢી બાળકીને કૂવામાં ફેકી દીધી હતી.જોકે ઘટના સમયે આસપાસ ના લોકો જોઈ જતા બાળકીને કુવા માંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડાઇ હતી જ્યારે કુવા માં ફેકનાર બાળકીના પિતા રમેશ ચૌહાણ સામે પાલનપુર તાલુકા પોલીસએ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પીએમ મોદીએ કર્યું નવનિર્મિત સરદારધામનું ઈ – લોકાર્પણ અને ફેઝ 2નું ખાતમૂહર્ત

આ ઘટનાની જાણ થતા જ ઊર્મિલાબેન અને તેના બહેન બનેવી ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકીને કૂવામાંથઈ બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

જોકે એક તરફ ડીસા માં એક બાળકીનો જીવ બચાવવા પિતા એ લીવર આપી બાળકી ને નવું જીવન આપ્યું છે તો બીજી તરફ એક પિતા બાળકી ને કુવા માં ફેંકી મારી નાખવાની કોશિશ કરે છે.જોકે આવા પિતા સામે હાલ સમગ્ર જિલ્લા માં ફિટકાર વરસી રહી છે.

આ પણ વાંચો : રાજકોટમાં ગણેશ ઉત્સવનું ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કર્યુ આયોજન