યુવક-યુવતીનો આપઘાત/ પંચમહાલ જીલ્લામાં પ્રેમીપંખીડાએ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઇ

  @ મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ , પંચમહાલ. ‘સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે’ એવા ડરથી ઘોઘંબાના ખરોડ ગામમાં સગીર પ્રેમી-પ્રેમિકાએ વૃક્ષ પર એકસાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો      સગીર પ્રેમી-પ્રેમિકાએ વૃક્ષ પર એકસાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.   સગીર પ્રેમી-પ્રેમિકાની એકસાથે સ્મશાનયાત્રા નીકળતાં આખું ખરોડ ગામ હીબકે ચડ્યું […]

Gujarat
IMG 20210715 WA0076 પંચમહાલ જીલ્લામાં પ્રેમીપંખીડાએ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઇ

 

@ મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ , પંચમહાલ.

‘સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે’ એવા ડરથી ઘોઘંબાના ખરોડ ગામમાં સગીર પ્રેમી-પ્રેમિકાએ વૃક્ષ પર એકસાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

    

સગીર પ્રેમી-પ્રેમિકાએ વૃક્ષ પર એકસાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

સગીર પ્રેમી-પ્રેમિકાની એકસાથે સ્મશાનયાત્રા નીકળતાં આખું ખરોડ ગામ હીબકે ચડ્યું

 

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ‘સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે’ એવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં ડામોર ફળિયામાં રહેતા સેંગાભાઇ રાઠવાનો સગીર પુત્ર દિવ્યેશ રાઠવા અને ખરોડ ગામના જ ધનભાઇ રાઠવાની સગીર દીકરીના મૃતદેહ તેમના ઘર નજીક ડુંગર તરફ જવાના રસ્તા પર આંબલીના ઝાડ પર લટકતા મળી આવી આવ્યા હતા, જેને પગલે ગામમાં ચકચાર મચી ગઇ પામી છે. આજે સવારે બન્ને સગીરના એક જ ઓઢણી વડે ગળેફાંસો ખાધેલા મૃતદેહને ગ્રામજનોએ જોતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં.

બંને મૃતકોની ઓળખ થતાં તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને સગીરનાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું અને આક્રંદનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ બનાવની જાણ થતાં જ રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યા હતા તેમજ આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવક અને યુવતી એકબીજા સાથે ગળાડૂબ પ્રેમમાં હતાં. સમાજ તેમના સંબંધને નહીં સ્વીકારે એવા ડરથી બન્નેએ સાથે જીવી ના શકાય તો કઈ નહીં, પણ સાથે મરી જવાનું પસંદ કર્યું હતું. જોકે યુવક અને યુવતીની એકસાથે જ સ્મશાનયાત્રા નીકળતાં આખું ખરોડ ગામ હીબકે ચડ્યું હતું. આશા સ્પદ સગીર યુવક અને યુવતીનાં અકાળે મોતને પગલે ગામમાં શોક વ્યાપી ગયો હતો.