વાર-પલટવાર/ રાજસ્થાનમાં PM મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા સચિન પાયલોટે કર્યો પલટવાર

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે પીએમ મોદીના નિવેદનનો પલટવાર કર્યો છે. PM એ બુધવારે  અજમેર રેલીમાં રાજસ્થાન કોંગ્રેસ વચ્ચેના ઝઘડાનો મુદ્દો ઉઠાવ્યો હતો

Top Stories India
2 1 8 રાજસ્થાનમાં PM મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા સચિન પાયલોટે કર્યો પલટવાર

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે પીએમ મોદીના નિવેદનનો પલટવાર કર્યો છે. PM એ બુધવારે  અજમેર રેલીમાં રાજસ્થાન કોંગ્રેસ વચ્ચેના ઝઘડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટોંકના ધારાસભ્ય પાયલોટે કહ્યું, “રાજસ્થાનમાં ભાજપનું નેતૃત્વ સક્ષમ નથી. છેલ્લા સાડા 4 વર્ષમાં ભાજપે સાબિત કર્યું નથી કે તે ગૃહમાં અને ગૃહની બહાર મજબૂત વિપક્ષ છે. તેઓ તમામ મુદ્દાઓ પર નિષ્ફળ ગયા છે. જનતાએ પણ હવે ભાજપમાંથી આશા ગુમાવી દીધી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના અજમેરમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, “2014માં તમે ઘણા વર્ષો પછી કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી હતી. ભાજપે તમારા દરેક આદેશનું સન્માન કર્યું હતું, પરંતુ 5 વર્ષ પહેલા તમને રાજસ્થાનમાં પણ જનાદેશ આપવામાં આવ્યો હતો અને શું? રાજસ્થાનને બદલામાં અસ્થિરતા અને અરાજકતા મળી. મંત્રીઓ, ધારાસભ્યો અને મુખ્યમંત્રીઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાની લડાઈમાં વ્યસ્ત છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સોમવારે બંને નેતાઓ વચ્ચેના મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે લાંબી મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસે કહ્યું હતું કે બંને નેતાઓ આગામી વિધાનસભા ચૂંટણી એકસાથે લડવા માટે સંમત થયા છે. હાઈકમાન્ડ તેમની વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ લાવશે