Rajkot Gaming Zone Fire/ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં વેલ્ડિંગના લીધે લાગેલી આગમાં મૃતકોને બચવાની જરા પણ તક મળી ન હતી. તણખાથી શરૂ થયેલી આગે ગેમિંગ ઝોનમાં તાપમાન 800 ડિગ્રી કરી નાખ્યું હતું.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 96 1 રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા

Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire) માં વેલ્ડિંગના લીધે લાગેલી આગમાં મૃતકોને બચવાની જરા પણ તક મળી ન હતી. તણખાથી શરૂ થયેલી આગે ગેમિંગ ઝોનમાં તાપમાન 800 ડિગ્રી કરી નાખ્યું હતું. લોખંડ અને સ્ટીલ પણ ઓગળી ગયા હતા ત્યાં માણસની શું સ્થિતિ થાય તેની કલ્પના કરી શકાય છે. સૂર્યની સપાટી પર 1000 ડિગ્રી તાપમાન હોય છે તેની નજીકનું આ તાપમાન થયું.

તણખાથી શરૂ થયેલી આગની જ્વાળા પેટ્રોલ-ડીઝલના કેરબાઓ સુધી પહોંચી પછી તો તણખાથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. કેટલાય લોકો તો શું સમજે તે પહેલા અગ્નિમાં રીતસરના હોમાઈ ગયા હતા. તેઓને બચવાનો વિચાર પણ આવે તે પહેલાં આગનો ભોગ બની ગયા હતા. 28 મૃતદેહમાંથી સેમ્પલ માટે એક ટીપું પણ લોહીનું ન મળ્યું તે બતાવે છે કે આગ કેવી વિકરાળ હતી.  લોકોને વિચારવાની પણ તક મળી ન હતી.

મહિલાને બાળક સાથે ચોંટી ગયો હોય તેવો મૃતદેહ મળ્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા તો ભસ્મીભૂત થઈ ગયા હતા. આગના જ્વાળાઓ સૂર્યની જ્વાળાઓની જેમ ફેલાઈ હતી. તેથી ગેમિંગ ઝોનના લાગેલી આગના વિસ્તારનું તાપમાન 800 ડિગ્રીએ પહોંચી ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

આ પણ વાંચો:  ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ