રાજકોટ/ ઋષિકેશમાં રાજકોટના પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

ઋષિકેશમાં નદીમાં પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી ગયાના સમાચાર મળતા રાજકોટમાં રહેતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો. જેથી પરિવારનો અન્ય સભ્ય ત્યાં જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે

Rajkot Gujarat
Untitled 22 ઋષિકેશમાં રાજકોટના પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

દિવાળીની રજામાં  લોકો ફરવા જતા  હોય છે  ત્યારે ઘણી વાર અનિચ્છનીય  બનાવો બનતા હોય છે . જે અંતર્ગત એક પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જતાં પરિવાર પર આભ ફાટી તૂટી પડ્યુ છે. પરિવાના 3 સભ્યો પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે લાપતા હોવાથી તેમની શોધખોળ કરાઈ રહાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના લોહાણા પરિવારના સભ્યો ઋષિકેશ ગયા હતા. દરમિયાન સોમવારની મોડી સાંજે દોહિત્રી નદીમાં નાહવા ગઈ હતી. ત્યારે અચાનક અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે ત્રણેય નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી એકનો મૃતદેહો મળ્યો છે જ્યારે બેની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ;મંજૂરી / સંરક્ષણ વિભાગે આધુનિક શસ્ત્રો માટે 7,965 કરોડ રૂપિયાની દરખાસ્તને આપી મંજૂરી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કારિયા પરિવારને આશ્વાસન આપી મદદ માટે પ્રસાશન સાથે સંપર્ક કરી જરૂર જણાય તમામ મદદ કરવા જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર રાજકોટનો પરિવાર ઋષિકેશમાં ગયો છે અને આ સમયે તેમના સાથે દુઃખદ ઘટના બની છે માટે સંપર્ક કરતા પરિવાર બજરંગવાડીમાં રહેતા દિલીપભાઈ કારિયાનો હોવાનું માલુમ થતા તેમનો સંપર્ક કર્યો હતો. જેમને જણાવ્યું હતું કે દિલીપભાઇની દીકરીની દીકરીને બચાવવા તેમના પત્ની અને તેમના જમાઈ કૂદી પડ્યા હતા અને જોતજોતામાં ત્રણેય પાણીમાં તણાઈ ગયા હતા.

ઋષિકેશમાં નદીમાં પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી ગયાના સમાચાર મળતા રાજકોટમાં રહેતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો. જેથી પરિવારનો અન્ય સભ્ય ત્યાં જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઋષિકેશમા સોનલબેહેને પોતાના પિતા સાથે વિડીયો બનાવ્યો હતો.

આ પણ વાંચો ;Female Weapons Trainer / બંદુકની તાલીમ,સાઉદીમાં મહિલાઓનો નવો શોખ