Gujarat election 2022/ દક્ષિણ ગુજરાતમાં 35માંથી ભાજપ 27, કોંગ્રેસ અને આપ 4-4 બેઠક પર આગળ

ગયા વખતે ભાજપનો ગઢ સાચવી લેનાર દક્ષિણ ગુજરાતમાં ભાજપે આ વખતે પણ જબરજસ્ત લીડ સાથે આગળ વધવાનું જારી રાખ્યું છે. ભાજપે હાલમાં 27 બેઠક પર આગળ છે તો કોંગ્રેસ અને આપ 4-4 બેઠક પર આગળ છે.

Gujarat Gujarat Assembly Election 2022
South gujarat election 2022 vote counting દક્ષિણ ગુજરાતમાં 35માંથી ભાજપ 27, કોંગ્રેસ અને આપ 4-4 બેઠક પર આગળ
  • દક્ષિણ ગુજરાતમાં ભાજપને 2017માં 25 બેઠક મળી હતી
  • દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો દેખાવ 2012 કરતાં પણ વધુ બગડ્યો
  • ભુપેન્દ્ર સરકારના સાત મંત્રીઓ દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે

ગયા વખતે ભાજપનો ગઢ સાચવી લેનાર દક્ષિણ ગુજરાતમાં ભાજપે આ વખતે પણ જબરજસ્ત લીડ સાથે આગળ વધવાનું જારી રાખ્યું છે. ભાજપે હાલમાં 27 બેઠક પર આગળ છે તો કોંગ્રેસ અને આપ 4-4 બેઠક પર આગળ છે. ભાજપના ગૃહમંત્રી હર્ષ સંઘવી મજૂરામાં વીસ હજાર કરતાં પણ વધારે લીડથી આગળ છે. આમ આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં ફરીથી કાઠુ કાઢયુ છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે 2017માં 35માંથી દસ બેઠક જીતી હતી અને તેની સામે તે આ વખતે ચાર બેઠક પર જ આગળ છે. આ પહેલા કોંગ્રેસે 2012માં દક્ષિણ ગુજરાતમાં છ બેઠક જીતી હતી. આમ કોંગ્રેસનો દેખાવ આ વખતે 2012 કરતાં પણ ખરાબ થયો છે. તેની સામે ભાજપે 2017માં 25 બેઠક જીતી હતી, જ્યારે 2012માં 25 બેઠક જીતી હતી. જો કે ભાજપે ફરીથી 2022માં આંકડો સુધારતા હાલમાં તે 27 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને આ વખતે આમ આદમી પાર્ટી (આપ)ના આગમનના લીધે ફટકો માર્યો છે. આ વિસ્તારમાં 12 બેઠકો ધરાવતા સુરત શહેરનો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી ભાજપનો ગઢ છે.

દક્ષિણ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર સરકારના 7 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રૂપાણી સરકારના 4 પૂર્વ મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 9 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગમાં ગત ચૂંટણીમાં હારી જનાર ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસના 4 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે.દક્ષિણ ગુજરાતમાં 14 સીટ આદિવાસી સીટ છે. જેમાં નાંદોદ, ડેડિયાપાડા, ઝઘડિયા, માંગરોળ, માંડવી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા અને ઉમરગામનો સમાવેશ થાય છે. 2017માં આ 14 સીટમાંથી 7 સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે બે સીટ પર બીટીપીનો વિજય થયો હતો. 2022ના ચૂંટણી પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા આદિવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

2017માં આદિવાસીઓની સીટ પર સરેરાશ 77 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ કપરાડામાં 84.23 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું 64.52 ટકા ઉમરગામમાં થયું હતું. જેથી આદિવાસીઓમાં મતદાન જાગૃતિ ખૂબ જ છે અને આ આદિવાસીઓ કોંગ્રેસ કમિટેડ છે.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/ઉત્તર ગુજરાતમાં ફરીથી ભાજપનો દબદબોઃ 32માંથી 25 બેઠક પર આગળ

Gujarat election 2022/મધ્ય ગુજરાતમાં ભાજપ આ વખતે 61માંથી 48 બેઠકો અને કોંગ્રેસ 13 પર આગળ

Gujarat election 2022/ભાજપ 37, કોંગ્રેસ 16 બેઠક પર આગળઃ ગયા વખતે નારાજ સૌરાષ્ટ્રે આ વખતે ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા