BHARAT BANDH/ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનો હલ્લાબોલ, અમરાઈવાડીમાં પુતળા સળગાવી કર્યો વિરોધ

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભરૂચ અને મોરબી સહિત રાજ્યના અનેક શહેરોના ગામોમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.

Ahmedabad Gujarat
a 111 ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનો હલ્લાબોલ, અમરાઈવાડીમાં પુતળા સળગાવી કર્યો વિરોધ

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભરૂચ અને મોરબી સહિત રાજ્યના અનેક શહેરોના ગામોમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. અમદાવાદના અમરાઇવાડીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અહીં કોંગ્રેસના કાર્યકરોએ પુતળા સળગાવી અને કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ કર્યો. આ સમય દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના નેતા અને પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ, સંજય મેકવાન, ફૈઝલ અલી સિદ્દીકી, સમીર અન્સારીની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ નેતાઓને નાગરવેલ હનુમાન ચોકી પર રાખ્યા છે.

dc37c88a 07c3 4646 b171 3c8f5c4dafbb ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનો હલ્લાબોલ, અમરાઈવાડીમાં પુતળા સળગાવી કર્યો વિરોધ

અમરાઇવાડી પોલીસ સ્ટેશનની અંદર પીઆઇની ચેમ્બરની બહારની ખુલ્લી જગ્યામાં બેસાડવામાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ મોદી સરકારની વિરૂધ્ધ સતત પાંચ મિનિટ સુધી સૂત્રોચાર, રામધૂન અને હલ્લાબોલના કાર્યક્રમ પીઆઇની ચેમ્બરની સામે જ કરવા છતાં ફરજ પરના પોલીસ દ્વારા તેમને રોકવાનો કે ટોકવાનો કોઇ પ્રયાસ વાઇરલ વિડિયોમાં જણાતો નથી…..

આપને જણાવી દઈએ કે, ફેસબુક પર વાઇરલ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અમરાઇવાડી પોલીસ સ્ટેશનની અંદર જ કોંગ્રેસના ખેસ અને ટોપી પહેરેલા કાર્યકરો પગ ઉપર પગ ચઢાવીને બેઠા છે. કેટલાક ખુરશીમાં બિરાજમાન છે. મહિલા કાર્યકરો પણ છે અને નીચે ચોગાનમાં બેઠેલા કાર્યકરોએ મોદી સરકારની વિરૂધ્ધ સૂત્રો પોકારવાનું શરૂ કર્યું. પરંતુ તેમને રોકવાનો કોઇ પ્રયાસ નહીં થતાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં બેઠા હોય તેમ આરામથી એક પછી એક સૂત્રો પોકારે છે. મોદી સરકારની રામધૂન બોલાવે છે અને અભી તો યે અંગડાઇ હૈ, આગે ઔર લડાઇ હૈ…ના સૂત્રો પોકારી રહેલા જણાય છે. તેમ છતાં પોલીસ સ્ટેશનનો કોઇ પોલીસ ત્યાં ફરકતો નથી

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતોના ભારત બંધ ઉપર ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. ગાંધીનગર, ઉંઝા, અમદાવાદ અને વડોદરામાં, જ્યાં એપીએમસી કૃષિ અને ફળ શાકભાજીનું બજાર ખુલ્લું છે, અમરેલી ગોંડલ રાજકોટ જેવા શહેરોમાં બજારો બંધ રાખવામાં આવ્યા.

ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને કર્યો ફોન, જાણો શું કરી વાત

વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…