Not Set/ સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે હેવાનિયત, ગેંગરેપ કર્યા બાદ કર્યું એવું કે….

ગુજરાતમાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ છે. સુરતના ઉઘનામાં બે આરોપીઓએ બાળકીના સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને તેની હત્યા કરી હતી. બાળકીનો મૃતદેહ ઝાડીઓ માંથી મળી આવ્યો છે.

Gujarat Surat
a 106 સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે હેવાનિયત, ગેંગરેપ કર્યા બાદ કર્યું એવું કે....

ગુજરાતમાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થતા ચકચાર મચી ગઈ છે. સુરતના ઉઘનામાં બે આરોપીઓએ બાળકીના સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને તેની હત્યા કરી હતી. બાળકીનો મૃતદેહ ઝાડીઓ માંથી મળી આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં અન્ય એક આરોપીની શોધ કરવામાં આવી રહી છે. ચોકલેટની લાલચે આરોપીઓ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો.

સુરતના ઉઘના વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની એક 10 વર્ષની બાળકી સોમવારે સવારે ગુમ થઈ હતી. બપોર સુધી ક્યાંય ન દેખાતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પછી પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધી લીધા હતા અને બાળકી આરોપી દિનેશ સાથે નાસ્તાની દુકાનમાં દેખાઇ હતી. નાસ્તો કર્યા પછી દિનેશ બાળકીને સાથે લઇ ગયો હતો.

2 30 સુરતમાં 10 વર્ષીય બાળકી સાથે હેવાનિયત, ગેંગરેપ કર્યા બાદ કર્યું એવું કે....

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી આરોપીના ઘરે પહોંચી હતી. ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ દિનેશની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેનો અન્ય સાથી આનંદ પકડમાં આવ્યો નહીં. જેની શોધ કરવામાં આવી રહી છે

આરોપીએ કબૂલ કર્યો પોતાનો ગુનો

આરોપી દિનેશે પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે નાસ્તો લઈને બાળકીને એકાંત સ્થળે લઇ ગયો હતો. ત્યારબાદ આનંદ સાથે મળીને તેણે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી.

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…