Not Set/ અમદાવાદમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ રિપોર્ટથી તંત્ર દોડતુ થયુ, 1300 પક્ષીઓનો નાશ કરાયો

અમદાવાદઃ હાથીજણ ગામમાં 200 થી વધુ પક્ષીઓને બર્ડ ફ્લૂના વાઇરસ દેખાતા આજુબાજુના 1 કિમી વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરીને ત્યાંથી કોઇ પણ પક્ષીને કે તેના ઇંડાને વિસ્તારની બહાર લઇ જાવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. પશુઓ માટે હેલ્પલાઇન ચલાવતી આશા ફાઇન્ડેશનમાં લેવાયેલા પક્ષીઓમાંથી 9 પક્ષીઓના મોત થયા હતા. આશા ફાઉન્ડેશનમાં ચાઇનીઝ મુરઘાને સારવાર માટે લવાય […]

Gujarat
1 1483467734 અમદાવાદમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ રિપોર્ટથી તંત્ર દોડતુ થયુ, 1300 પક્ષીઓનો નાશ કરાયો

અમદાવાદઃ હાથીજણ ગામમાં 200 થી વધુ પક્ષીઓને બર્ડ ફ્લૂના વાઇરસ દેખાતા આજુબાજુના 1 કિમી વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરીને ત્યાંથી કોઇ પણ પક્ષીને કે તેના ઇંડાને વિસ્તારની બહાર લઇ જાવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. પશુઓ માટે હેલ્પલાઇન ચલાવતી આશા ફાઇન્ડેશનમાં લેવાયેલા પક્ષીઓમાંથી 9 પક્ષીઓના મોત થયા હતા. આશા ફાઉન્ડેશનમાં ચાઇનીઝ મુરઘાને સારવાર માટે લવાય હતા. જેને બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા પશુ પાલન વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. 31 ડિસેમ્બરે 200 પક્ષીઓને મુંબઇથી ક્રાફેડ માર્કેટમાંથી સારવાર માટે અમદાવાદ આશા ફાઉન્ડેશનમાં લાવવામાં આવ્યા હતા.

અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ (ચાઇનીઝ મરઘી) વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં. આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી એ લોકો પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને ભાગી છૂટ્યા હ્તા. આશા ફાઉન્ડેશન દ્વારા આ ગિની ફાઉલનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામને બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ફફટાડ ફેલાયો હતો. 800 ગિની ફાઉલને બર્ડ ફ્લૂ પોઝિટિવ જાણીને પશુપાલન વિભાગના હોશ ઉડી ગયા હતા. તરત જ ડોક્ટર્સની ટીમ હાથીજણ પહોંચી. બાદમાં ગિની ફાઉલ સહિત 900 પક્ષીનો નાશ કરાયો હતો. જે રહીશોએ પોતાના ઘરમાં મરઘાં પાળ્યા હશે તેનો પણ નાશ કરવામાં આ‌વશે ઉપરાંત પરિવારજનોની તપાસ હાથ ધરી સાવચેતીનાં પગલાં લેવાશે. અમદાવાદ અને ખેડાના 36  ગામોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવી દેવાયો છે.

 

એમાં 100 એ પક્ષી પણ હતા જે પહેલાથી જ ફાઉન્ડેશનમાં રખાયા હતાં. આશ્ચર્યની વાત એ છે કે ભાગી છૂટ્યા પહેલા અલ્હાબાદના લોકોએ કેટલા ગિની ફાઉલ વેચી નાખ્યા, તેમાંથી કેટલાને બર્ડ ફ્લૂ હતો અને કેટલા લોકોએ તેને આરોગ્યું, આ વાત કોઈ નથી જાણતું. આ 6 જણા કોણ હતા એની પણ કોઈ જાણ હજી સુધી નથી.

બર્ડ ફ્લૂના રીપોર્ટ પોઝિટિવ આવતા હાથીજણ ગામના 1 કિમી વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરીને તેની આસપાસના 10 કિમી વિસ્તારનિ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ અમદદાવાદ જિલ્લાના 30 અને ખેડા જિલ્લાના 6 ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

બર્ડ ફ્લૂના સંપર્કમાં બીજા પક્ષી કે માનવીના આવવા થી તે વાઇરસ માનવીમાં સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યાતા છે. બર્ડ ફ્લીના પગલે મોડી રાતે ગિની ફાઉલને બર્ડ ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવતા આશા ફાઉન્ડેશમાં રાખવામાં આવેલા પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ફાઊન્ડેશનમાં શરૃઆતના તબક્કામાં રાખવામાં આવેલા ૨૦૦ મરઘામાંથી ૨૮ અને ૩૧ ડિસેમ્બર દરમિયાન ૭ મરઘાના મોત નીપજ્યાં હતા. આશા ફાઊન્ડેશન દ્રારા મરઘાના મૃત્યુના કારણની તપાસ માટે પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં મૃતક મરઘાના બ્લ્ડ સેમપલ ગાંધીનગર નિયામક કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જોકે સેમ્પલ શંકાસ્પદ જણાતા તે ભોપાલની ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.