Crime/ સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા

દેશનાં ઘણા ભાગોમાં આજે પણ અંધશ્રદ્ધામાં લોકો વિશ્વાસ કરે છે. ઘણીવાર આ અંધશ્રદ્ધા લોકોનાં જીવ જવા પાછળ પણ જવાબદાર હોય છે.

Gujarat Surat
Mantavya 28 સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા
  • સુરતમાં ઝાડા ઉલટી બાદ વિદ્યાર્થિનીનું મોત
  • પાંડેસરા વડોદ ગામે અંધશ્રદ્ધાએ લીધો માસૂમ બાળકીનો ભોગ
  • વાલી ડોક્ટર પાસે જવાને બદલે લઇ ગયા ભુવા પાસે
  • બાળકીની તબિયત ભુવા પાસે વધુ લથડી
  • નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પહેલા જ થયું મોત
  • મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ
  • રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
  • શુક્રવારે રાત્રે બની હતી ઘટના

દેશનાં ઘણા ભાગોમાં આજે પણ અંધશ્રદ્ધામાં લોકો વિશ્વાસ કરે છે. ઘણીવાર આ અંધશ્રદ્ધા લોકોનાં જીવ જવા પાછળ પણ જવાબદાર હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં સુરત શહેરમાંથી સામે આવી રહ્યો છે.

Political / દેશમાં ડેમોક્રેસી મરી રહી છે, છેલ્લા 6 વર્ષોમાં તમામ સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા થઇ રહ્યા છે: રાહુલ ગાંધી

જી હા, સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોતનું કારણ અંધશ્રદ્ધા જ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, આ ઘટના સુરતનાં પાંડેસરા વડોદ ગામની છે. જ્યા ઝાડા ઉલટીની ફરિયાદ બાદ  માસૂમ બાળકીને તેના વાલી ડોક્ટર પાસે લઇ જવાની જગ્યાએ ભુવા પાસે લઇ ગયા હતા. બિમારી બાળકીની તબિયત ડોક્ટર પાસે નહી લઇ જતા અને ભુવા પાસે લઇ જવાથી વધુ લથડી હતી.

Gujarat: વડોદરામાં લિફ્ટમાં ફસાઇ જતાં યુવકનું મોત, પોલીસે હાથ ધરી તપાસ

જ્યારે તબિયત વધુ બગડી ત્યારે તેને લઇને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તેના વાલી પહોંચ્યા ત્યા સુધી ઘણુ મોડ઼ુ થઇ ગયુ હતુ અને બાળકી મોતને ભેટી ચુકી હતી. જો કે મોતનું સાચુ કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઇ છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. પરંતુ આ ઘટનાએ એકવાર ફરી અંધશ્રદ્ધા પર ભાર આપતા લોકોને વાસ્તવિકતાનું જ્ઞાન કરાવ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ