Not Set/ સુરતમાં બાકડા માટે નહી પણ બાટલા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી!

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું છે. ત્યારે સુરતમાં ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ કોર્પોરેટરોને બાંકડાની જગ્યાએ ઓક્સીજનનાં બાટલા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું છે. ત્યારે સુરતમાં ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ કોર્પોરેટરોને બાંકડાની જગ્યાએ ઓક્સીજનનાં બાટલા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને આ મામલે આમ આદમી પાર્ટી ઓક્સિજન માટે ગ્રાન્ટ ફાળવવા માટે કમિશ્નર સહિતનાંની રજૂઆત પણ કરશે એમ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું.

જાગ્યા ત્યારથી સવાર / હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ

બાંકડા માટે ગ્રાન્ટ મળે તો બાટલા માટે કેમ નહી ?

સુરતમાં આમ આદમી પાર્ટીનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, મનપા કમિશ્નરને નિવેદન કરું છું કે અત્યાર સુધી દરેક કોર્પોરેટરોને ગ્રાન્ટમાંથી બાકડા ખરીદવાની છૂટ આપવામાં આવતી હતી, તેવી જ રીતે દરેક કોર્પોરેટરોને એક વિશેષતા માટે ગ્રાન્ટ આપવામાં આવે જેમાં દરેક કોર્પોરેટર પોતાના વોર્ડ વિસ્તારમાં હોમ કોરન્ટીન થયેલા દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડર ખરીદવાની સત્તા આપવામાં આવે. જો આ સત્તા દરેક કોર્પોરેટરને આપવામાં આવે તો એક વોર્ડની અંદર 40 થી 50 ઓક્સીજન સીલીન્ડર મળી શકશે, જેથી દર્દીઓને રાહત પણ મળી રહેશે. જેથી અમે અપીલ કરીએ છીએ કે બાકડાની જગ્યાએ બાટલાની ગ્રાન્ટ આપવામાં આવે.

મોટી રાહત / કોરોનાકાળમાં દેશનાં 11 રાજ્યો ઉપરાંત હવે મહારાષ્ટ્ર સરકારે પણ તમામ નાગરિકોને આપી મોટી રાહત

કમિશ્નર સહિતનાને રજૂઆત પણ કરશે

સુરતમાં આમ આદમી પાર્ટીનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સોમવારે તમામ આપ નાં કોર્પોરેટરો સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ મનપા કમિશ્નરને આ મામલે રજૂઆત કરવામાં આવશે. સાથે જ તેઓએ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે તેઓની આ પહેલમાં તમામ કોર્પોરેટરો સાથ આપશે જેથી દર્દીઓને પડતી મુશ્કેલીઓ દુર કરી શકાય.

વાયરસે લીધો જીવ / કોરોનાનાં કારણે TMC નાં ઉમેદવાર કાજલ સિંહાનું થયુ મોત

આમ આદમી પાર્ટીએ 6 કોવીડ કેર સેન્ટર ઉભા કર્યા

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે જેને લઈને હોસ્પીટલમાં બેડની અછત જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ આગળ આવી હતી. આપ પાર્ટીનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા વરાછા, કતારગામ જેવા વિસ્તારોમાં અત્યાર સુધીમાં ઓક્સીજન સુવિધા વાળા 6 જેટલા કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં દર્દીઓને બે સમયનું ભોજન, નાસ્તા અને તમામ મેડીકલ સુવિધાઓ વિના મુલ્યે આપવામાં આવી રહી છે.