આપઘાત/ થરાદમાં 4 બાળકીઓ સાથે માતાએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, 3 લોકોનાં મોત

થરાદની કેનાલમાં પોતાની દીકરીઓ સાથે મોત વ્હાલુ કરનાર મહિલાનું નામ દિવાળીબેન પરમાર છે, જે ચોથારનેસડા ગામની રહેવાસી છે.

Gujarat Others
A 295 થરાદમાં 4 બાળકીઓ સાથે માતાએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, 3 લોકોનાં મોત

ગુજરાતમાં આપઘાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ 29 વર્ષીય યુવતીએ ચાર બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. પાંચ લોકોમાંથી બે બાળકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે યુવતી સાથે બે બાળકી સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચો :પાપનું પ્રપંચ…મહીસાગરમાં 4 મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું ગર્ભપાત, તંત્રના આંખ આડે કાન

આપને જણાવી દઈએ કે, થરાદની કેનાલમાં પોતાની દીકરીઓ સાથે મોત વ્હાલુ કરનાર મહિલાનું નામ દિવાળીબેન પરમાર છે, જે ચોથારનેસડા ગામની રહેવાસી છે. મહિલાએ આવુ કેમ કર્યું તે હજી જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તથા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો. મહિલા અને બાળકીઓને કેનાલમાં શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણના મૃતદેહ બહાર કઢાયા હતા. થરાદ ફાઇટરની ટિમ ઘટના સ્થળે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

આ પણ વાંચો :મરવા જાવ છું, એવી રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં- કહી ASIની દીકરી થઇ ગુમ

આ પણ વાંચો : ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં