ઉત્તર પ્રદેશ/ વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે સુપ્રિમે U.P. સરકારને નોટિસ પાઠવી

સુપ્રિમે ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે જીલ્લા કોર્ટને સીસીટીવી સુરક્ષિત રાખવા માટે કહ્યા હતા. તે પછી સુપ્રિમને કહેવામાં આવ્યું કે સીસીટીવી ફૂટેજ નહીં આપી શકાય કારણ કે તે ખરાબ……

Top Stories India
Beginners guide to 2024 04 02T112510.895 વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે સુપ્રિમે U.P. સરકારને નોટિસ પાઠવી

New Delhi News: વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારને અદાવતમાં સીસીટીવી કેમેરા ન મૂકવા પર નોટિસ પાઠવવામાં આવી છે. સુપ્રિમે સુઓ મોટો લેતા કહ્યું કે, કોર્ટ પરિસરમાં સીસીટીવી કેમેરા કામ કરતા નથી.

સુપ્રિમે ગૌરવ ભાટિયા સાથે દુર્વ્યવહાર મામલે જીલ્લા કોર્ટને સીસીટીવી સુરક્ષિત રાખવા માટે કહ્યા હતા. તે પછી સુપ્રિમને કહેવામાં આવ્યું કે સીસીટીવી ફૂટેજ નહીં આપી શકાય કારણ કે તે ખરાબ થઈ ગયા છે. સુપ્રિને ભારપૂર્વક કહ્યું કે અમે આ મામલાને ગંભીરતાથી લઈશું. કોઈ પણ વકીલ કોઈ અન્યને અદાલત છોડવા પર મજબૂર ન કરી શકે.

ભાજપના પ્રવક્તા અને વરિષ્ઠ અધિવક્તા ગૌરવ ભાટટિયા 21 માર્ચે ગ્રેટર નોઈડાની એક અદાલતમાં એક કેસમાં હીયરિંગમાં પહોંચ્યા હતા. તેમની સાથે અધિવક્તા મુસ્કાન ગુપ્તા પણ સાથે હતા. હજાર વકીલોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યુ હતું. એક જીલ્લા અદાલતમાં વકીલો અંદરોઅંદર લડાઈ કરતા હતા દરમિયાન ગૌરવ ભાટિયા અને મુસ્કાન ગુપ્તા પણ ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

ગૌરવ ભાટિયા સપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના નજીકના ગણાય છે. યુપીમાં અખિલેશની સરકારમાં ઉચ્ચ મહાધિવક્તા રહ્યા હતા. એપ્રિલ 2017માં ભાજપમાં જોડાઈ ગયા હતા. બાદમાં ભાજપે પક્ષના પ્રવક્તા બનવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર વિરોધી ગુનાઓ પર ધ્યાન આપે: CJI

આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ