Political/ અંતિમ પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિ સદગત પ્રણવ મુખર્જીએ જાણો PM ને શું આપી સલાહ?

પૂર્વ રાષ્ટ્રપતિ સદગત પ્રણવ મુખર્જીનું અંતિમ પુસ્તક ધ પ્રેસિડેન્શિયલ યર્સ અંતે મરણોપરાંત છપાઈને પ્રકાશિત થઇ ચૂક્યું છે. તેમણે આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીને સલાહ પણ આપી છે…

India
નલિયા 53 અંતિમ પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિ સદગત પ્રણવ મુખર્જીએ જાણો PM ને શું આપી સલાહ?

પૂર્વ રાષ્ટ્રપતિ સદગત પ્રણવ મુખર્જીનું અંતિમ પુસ્તક ધ પ્રેસિડેન્શિયલ યર્સ અંતે મરણોપરાંત છપાઈને પ્રકાશિત થઇ ચૂક્યું છે. તેમણે આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીને સલાહ પણ આપી છે.

દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ સદગત પ્રણવ મુખર્જીનું અંતિમ પુસ્તક હવે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. આ પુસ્તક પ્રેસિડેન્શિયલ યર્સ પ્રણવદાએ લખેલી કેટલીક સીધી અને સાફ વાતને લીધે પ્રકાશન પૂર્વે જ ચર્ચામાં હતું. હવે આ પુસ્તક પબ્લિશ થતાં જ ઘણાં મુદ્દા પર ધ્યાન જાય તેવું છે. મહત્વનું છે કે આ પુસ્તક પ્રણવ દાના રાષ્ટ્રપતિ તરીકેનાં કાર્યકાળ દરમિયાન તેમણે યુપીએ અને એનડીએ બંને સરકારો સાથે કરેલા કામનાં અનુભવો પર આધારિત છે. આ પુસ્તકમાં ખાસ તો સદગત પ્રણવ દાએ પ્રધાનમંત્રી મોદીને સલાહ આપી છે. તેમણે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીએ અસંતુષ્ટોનો અવાજ સાંભળવો જોઈએ. અને આ માટે તેમણે સંસદમાં વધુને વધુ ઉપસ્થિત રહેવું જોઈએ. તેમણે એનડીએ સરકારનાં બીજા કાર્યકાળ અંગે પ્રહાર કરતા લખ્યું છે કે એનડીએ સરકારનું વર્તન અહંકારી છે. જો કે તેમણે વિપક્ષને પણ ગેરજવાબદાર ગણાવ્યો છે. બંનેએ સંસદને બરાબર ચાલવા ન દીધી હોવાનો તેમણે આરોપ કર્યો છે

સદગત પ્રણવ દાએ આ પુસ્તકમાં નોટબંધી અંગે પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, 2016માં નોટબંધી અંગે જ્યારે નિર્ણય લેવાયો તો પ્રધાનમંત્રીએ તેમની સાથે ચર્ચા નહોતી કરી. જો કે તેમણે લખ્યું છે કે તેમને આનાથી બહુ આશ્ચર્ય થયું નહોતું. પ્રણવ દાએ આ ઉપરાંત કોંગ્રેસનાં 2014 નાં પરિણામો અંગે લખ્યું છે કે તે ચોંકાવનારા હતાં પરંતુ કોંગ્રેસની ભૂલ એ રહી કે તે પોતાના જ કરિશ્માઈ નેતૃત્વથી અંધારામાં રહ્યું. પ્રણવ દાએ આ ઉપરાંત પોતાના પુસ્તકમાં જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે આ તમામ નેતાઓની સંસદમાં ઉપસ્થિતિની ખાસ્સી અસર પડતી હતી.

NEW DELHI / મારા કાર્યાલયમાંથી ED 23,000 દસ્તાવેજ લઈ ગઈ : રોબર્ટ વાડ્રા…

OMG! / રતન તાતાની કારનો નંબર પોતાની ગાડી પર લગાવીને ફરતી હતી મહિલા,…

OMG! / ચોરી કરવા માટે આવ્યો હતો ચોર, તો મકાન માલિકની નાબાલિક પુત્રી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો