Not Set/ ગુજરાત/ કોઈપણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન ચેક કરી શકશે!

“નો એન્ટ્રી વિધાઉટ પરમિશન” જેવા પાટિયાં હોટલનાં રસોડા પરથી ઉતારી લેવા આદેશ!, ગુજરાત સરકારનાં આદેશ પ્રમાણે કોઈ પણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન પણ ચેક કરી શકશે! ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી રેસ્ટોરાંઓની માઠી બેસશે જો તે પોતાનાં ગ્રાહકોને તસુભાર પણ છેતરવાની કોશિશ કરશે તો. રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન […]

Top Stories Gujarat Others
no entry2 ગુજરાત/ કોઈપણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન ચેક કરી શકશે!

“નો એન્ટ્રી વિધાઉટ પરમિશન” જેવા પાટિયાં હોટલનાં રસોડા પરથી ઉતારી લેવા આદેશ!, ગુજરાત સરકારનાં આદેશ પ્રમાણે કોઈ પણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન પણ ચેક કરી શકશે! ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી રેસ્ટોરાંઓની માઠી બેસશે જો તે પોતાનાં ગ્રાહકોને તસુભાર પણ છેતરવાની કોશિશ કરશે તો.

રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરાયો છે, જે મુજબ સામાન્યથી લઈ ને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય. કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાતતપાસ કરી શકશે. ગ્રાહકની અને વિશાળ જનહિતની તરફેણમાં આવેલાં આ નિર્ણયની હકારાત્મક અસર આ ઇન્ડસ્ટ્રી પર થશે એ નક્કી છે.

gujart govt kitchen ગુજરાત/ કોઈપણ રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન ચેક કરી શકશે!

પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં “નો એન્ટ્રી”નાં અને “એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી”ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે. લોકો દ્વારા રૂપાણી સરકારનાં આ નિર્ણયને ભારો ભાર આવકારવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.