Cricket/ લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ

લોર્ડ્સ ટેસ્ટનાં ત્રીજા દિવસે મેદાન પર એક ખૂબ જ રમુજી ઘટના જોવા મળી હતી. એક ઈંગ્લિશ ચાહકે ભારતની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો અને ભારત તરફથી ફિલ્ડિંગ કરવા લાગ્યો હતો.

Sports
Funny Incident

લોર્ડ્સ ટેસ્ટનાં ત્રીજા દિવસે મેદાન પર એક ખૂબ જ રમુજી ઘટના જોવા મળી હતી. એક ઈંગ્લિશ ચાહકે ભારતની જર્સી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો અને ભારત તરફથી ફિલ્ડિંગ કરવા લાગ્યો હતો. થોડા સમય માટે બધાને લાગ્યું કે આ યુવાન ભારતીય ખેલાડી છે, પરંતુ ટૂંક સમયમાં તેની પોલ ખુલી ગઈ. ત્યારબાદ તુરંત જ, હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો અને તેને મેદાનની બહાર નિકાળી દેવામાં આવ્યો હતો.

1 109 લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ

આ પણ વાંચો – Cricket / ભારતને U19 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ક્રિકેટરે લીધો સંન્યાસ,ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળવાથી નિરાશ

સોશિયલ મીડિયા મુજબ આ યુવકનું નામ જેરવો છે. ત્રીજા દિવસની રમત દરમિયાન લંચ બાદ આ ઘટના બની હતી. લંચ બાદ જ્યારે ભારતીય ટીમ રમવા આવી ત્યારે તે સમયે આ યુવક ભારતીય ટીમનાં સભ્યો વચ્ચે જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટરોને ટૂંક સમયમાં જ સમજાયું કે આ યુવાન ટીમનો ભાગ નથી. આ પછી તુરંત જ, સુરક્ષાકર્મીઓને આ ઘટના વિશે જાણ કરવામાં આવી. બાદમાં તેને બહાર કાઠવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ લોર્ડ્સ મેદાનની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠ્યા છે.

1 110 લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ

આ પણ વાંચો – અબજોપતિઓને પણ નડ્યો કોરોના / દેશમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યા ઘટી – નાણામંત્રીએ માહિતી આપી

મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ત્રીજા દિવસે લંચ સુધી 3 વિકેટનાં નુકસાન પર 216 રન બનાવ્યા હતા. લંચ બાદ જો રૂટે પોતાની સદી પૂરી કરી હતી. જોકે, બીજા સત્ર દરમિયાન રૂટની ટીમે અડધી સદી બનાવીને રમી રહેલા જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે તેને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. સિરાજે પ્રથમ સત્રમાં વિકેટનો દુકાળ સમાપ્ત કર્યો હતો. ભારતનાં 363 રનનાં જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી ચાર વિકેટનાં નુકસાન પર 258 રન બનાવ્યા છે.