World Cup 2023/ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ‘હાર્દિક’ની પ્રતિક્રિયા, ઈમોશનલ પોસ્ટ શેર કરી

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાના કારણે ICC વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયા છે.

Trending Sports
YouTube Thumbnail 88 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ 'હાર્દિક'ની પ્રતિક્રિયા, ઈમોશનલ પોસ્ટ શેર કરી

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાના કારણે ICC વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હું વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છું, હું વર્લ્ડ કપના બાકીના ભાગમાં રમી શકીશ નહીં. હું જુસ્સાથી ટીમની સાથે રહીશ અને દરેક રમતના દરેક બોલ પર તેમને ઉત્સાહિત કરીશ. ભારતીય ટીમને મારી શુભકામનાઓ. મને મળેલા પ્રેમ અને સમર્થન બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ તદ્દન અકલ્પનીય છે. મને ખાતરી છે કે અમારી ટીમ દરેકને ગૌરવ અપાવશે.

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ‘હાર્દિક’ની પ્રતિક્રિયા, ઈમોશનલ પોસ્ટ શેર કરી

દક્ષિણ આફ્રિકા સામે જોડાશે

હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનુભવી ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને શનિવારે ટૂર્નામેન્ટની ઈવેન્ટ ટેકનિકલ કમિટી દ્વારા પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. મતલબ કે કૃષ્ણા રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ મેચમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા શરૂઆતના તબક્કામાં ઈજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઈ તરફથી અપડેટ આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં પરત ફરવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લીગ મેચોમાં ભલે તે પુનરાગમન ન કરી શકે, પરંતુ સેમિફાઇનલમાં પંડ્યાની વાપસી નિશ્ચિત છે, પરંતુ ICCના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે. પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ પણ મોટો પ્રશ્ન છે. ચાહકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ઓલરાઉન્ડરને બદલે ફાસ્ટ બોલરને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: Ukraine President/ ઝેલેન્સકીએ પુતિનને સંદેશો આપ્યો! “રશિયા કિવ ઇચ્છતું હતું, પરંતુ તેને ભાગી જવું પડ્યું

આ પણ વાંચો: US New Statement/ ઇઝરાયેલ, હમાસ યુદ્ધ પર યુએસનું નવું નિવેદન, “પેલેસ્ટિનિયનોને જીવવાનો અધિકાર છે”,

આ પણ લાંચો: Rajkot/ ગૃહિણીઓની દિવાળી બગડી! કપાસિયા તેલના ભાવમાં એક જ દિવસમાં તોતિંગ વધારો