બેઠક/ હાલોલ સર્કિટ હાઉસ ખાતે ચેરમેન સુરેન્દ્રકાકાએ ટ્રસ્ટી મંડળની બોલાવેલી બેઠકમાં…..

પાવાગઢ મંદિર ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે રાજુ ભટ્ટને દૂર કરીને ટ્રસ્ટીપદ સલામત રહે એવા ખેલો સામે શ્રદ્ધાળુઓ આઘાતમાં.!!

Gujarat
vvvv હાલોલ સર્કિટ હાઉસ ખાતે ચેરમેન સુરેન્દ્રકાકાએ ટ્રસ્ટી મંડળની બોલાવેલી બેઠકમાં.....

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી માતાજીના ટ્રસ્ટના સેક્રેટરી રાજુ ભટ્ટ સામે બળાત્કારના આરોપનો ગુન્હો નોંધાયા બાદ “હાઈપ્રોફાઈલ” બનેલા આ કિસ્સા બાદ હાલોલ સર્કિટ હાઉસ ખાતે મંદિર ટ્રસ્ટના ચેરમેન સુરેન્દ્રકાકા એ ટ્રસ્ટના સદસ્યોની આજરોજ બોલાવેલ બેઠકમાં રાજુ ભટ્ટની હકાલપટ્ટીની માંગ કરવાના બદલે રાજુ ભટ્ટને સેક્રેટરીના કાર્યભાર માંથી મુક્ત કર્યા છે અને આ અંગેની લેખિત જાણ રાજુ ભટ્ટે કરી હોવાનું જણાવીને આ ગંભીર પ્રકરણને હળવાશપૂર્વક લેતા મહાકાલી માતાજીના લાખ્ખો શ્રદ્ધાળુઓએ આઘાત અનુભવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થવા પામી છે.
પાવાગઢ સ્થિત શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટમાં એકહથ્થુ સતાઓ ભોગવનારા સેક્રેટરી રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની નોંધાયેલ ફરીયાદમાં આરોપી તરીકે નામ સામેલ થતા ગુજરાતના સત્તાધારી ભા.જ.પ.ના રાજકીય મોરચે પણ ભારે ભૂકંપ સર્જાયો હતો, આ સામે મંદિર ટ્રસ્ટ માંથી રાજુ ભટ્ટની ટ્રસ્ટી તરીકે હકાલપટ્ટી કરવામાં આવે એવી પ્રચંડ લાગણીઓ પણ ઉભી થવા પામી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજરોજ હાલોલ સર્કિટ હાઉસ ખાતે મંદિર ટ્રસ્ટના સદસ્યોની ચેરમેન સુરેન્દ્રકાકાએ તાકીદે બોલાવેલ બેઠકમાં આગામી આસો નવરાત્રિ સંદર્ભના આયોજનની ચર્ચાઓ કર્યા બાદ રાજુ ભટ્ટ પાસેથી સેક્રેટરી તરીકેનો જવાબદારી ભર્યો હવાલો લઈ લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભમાં ચેરમેન સુરેન્દ્રકાકાએ ખુદ રાજુ ભટ્ટે સેક્રેટરીના કાર્યભાર માંથી મુક્ત કરોની માંગણી કરતો પત્ર મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.!
જો કે વડોદરા શહેર પોલીસની ધરપકડના ડરે ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા રાજુ ભટ્ટ હજુ પણ રાજકીય ગોડફાધરોના સંપર્કમાં હોવાની આ ચર્ચાઓમાં સેક્રેટરી પદેથી મુક્ત કરોના આ લેખિત સંદેશો ક્યાંથી અને કોના મારફતે મોકલ્યો આ તપાસનો વિષય છે.પરંતુ પાવાગઢ સ્થિત શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટના ભક્તિભાવ ભર્યા આ ટ્રસ્ટની વહીવટી જવાબદારી સાથે સંકળાયેલા રાજુ ભટ્ટ સામે ગંભીર પ્રકરણના આરોપનો ગુન્હો દાખલ થયો છે એમા સેક્રેટરી પદનો કાર્યભાર છીનવી લેવાના આ દેખાવમાં રાજુ ભટ્ટનું ટ્રસ્ટી પદ બચાવવાના ખેલો વધારે દેખાઈ રહયા છે એનાથી લાખ્ખો શ્રદ્ધાળુઓ આઘાત અનુભવશે.!! જો કે હાલોલ ખાતે પાવાગઢ મંદિર ટ્રસ્ટની યોજાયેલ બેઠકમાં ખરેખર આસો નવરાત્રિ સંદર્ભમાં બેઠક યોજાઈ હોય તો જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્રના એકપણ અધિકારીઓ હાજર ન હતા, પરંતુ એકમાત્ર ગોધરા સ્થિત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.સી.ભટ્ટ સર્કિટ હાઉસમાં દેખાયા હતા.!!

ટ્રસ્ટના પૂર્વ કર્મચારી સુરેશભાઈનો રાજુ ભટ્ટ સામે હૃદયસ્પર્શી આંર્તનાદનો વિડીયો વાયરલ.!!

પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી રાજુ ભટ્ટ સામે બળાત્કારના આરોપનો ગુન્હો દાખલ થયા બાદ રાજુ ભટ્ટની કિન્નાખોરીના મનસ્વી વહીવટનો ભોગ બનીને રોજગારીઓ ગુમાવનારા કર્મચારીઓ પૈકી એક ડ્રાઈવર સુરેશભાઈ ભોઈનો એક વિડીયો સામે આવ્યો છે, એમા સુરેશભાઈ હૈયાવરાળો વચ્ચે જણાવી રહયા છે કે આ રાજુ ભટ્ટ ધાર્મિક પ્રસંગમાં ૪ દિવસની રજા લીધી એમા મને છૂટો કરીને મારી ૧૭ વર્ષોની વફાદારી પૂર્વકની નોકરીનો ભોગ લઈને મારી રોજગારી છીનવી લીધી છે આ રાજુ ભટ્ટને જે પણ મદદ કરશે એને મારો શ્રાપ લાગશે નો આંર્તનાદ વ્યક્ત કર્યો છે આજ બતાવે છે કે રાજુ ભટ્ટના વહીવટથી કર્મચારીઓ કેટલાક નારાજ છે.!! આ ભોગ બનેલા કર્મચારીઓની રાજય સરકાર એક નિષ્પક્ષ કમિટી દ્વારા તપાસો હાથ ધરે તો ચોંકાવનારા પ્રકરણો બહાર આવવાની શક્યતાઓ છે.!!