Not Set/ જમાલપુરના છીપા સમાજમાં ફક્ત એપ્રિલ માસમાં જ 90 લોકોના થયા મોત

ભારતમાં ચાલી રહેલી કોરોના મહામારી હવે ખુબ જ જીવલેણ બની છે.જો ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો હાલ સમગ્ર રાજ્ય માટે ખુબ જ કપરો સમય ચાલી રહ્યો છે. મોટા મહાનગરો થી લઈ નાના નાના ગામો સુધી કોરોનાનું તાંડવ દેખાય રહ્યું છે. ક્યાંક સમશાન ગૃહમાં અંતિમક્રિયા માટે લાઈનો લાગે છે. તો ક્યાં દફનવિધિ માટે મોટી ભીડ […]

Top Stories Ahmedabad Gujarat
f51ed27a 66cb 47a6 a6ae 1ee94ceec062 જમાલપુરના છીપા સમાજમાં ફક્ત એપ્રિલ માસમાં જ 90 લોકોના થયા મોત

ભારતમાં ચાલી રહેલી કોરોના મહામારી હવે ખુબ જ જીવલેણ બની છે.જો ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો હાલ સમગ્ર રાજ્ય માટે ખુબ જ કપરો સમય ચાલી રહ્યો છે. મોટા મહાનગરો થી લઈ નાના નાના ગામો સુધી કોરોનાનું તાંડવ દેખાય રહ્યું છે. ક્યાંક સમશાન ગૃહમાં અંતિમક્રિયા માટે લાઈનો લાગે છે. તો ક્યાં દફનવિધિ માટે મોટી ભીડ જોવા મળે છે.આવા એક નહિ અનેક ભયાનક ચિત્રો રોજ બરોજ આપણી સામે ઉપસીને આવી રહ્યા છે.વળી , અમદાવાદ મહાનગરની વાત કરીએ તો શહેરની પરિસ્થતિ અત્યંત ખરાબ થતી જઈ રહી છે. શહેરમાં જેમ કોરોના ના નવા કેસો વધી રહ્યા છે તેમ તેમ શહેરના મ્ર્ત્યુઆંકમાં પણ એટલોજ વધારો થઇ રહ્યો છે. એટલુંજ નહિ કોરોના સિવાયની અન્ય બીમારીઓને કારણે શહેરના મ્ર્ત્યુઆંકમાં ઘરખમ ઉછાળો આવ્યો છે. જીવતા લોકો માટે હોસ્પ્ટિલમાં બેડ, ઓકિસજન,અને એમ્બ્યુલન્સની અછત સર્જાઈ રહી છે તો મૃતદેહો માટે શબ વાહિની તેમજ અંતિમવિધિ માટે વપરાતી સામગ્રીઓ પણ હવે ખૂટવા લાગી છે. આવી કપરી પરિસ્થતિમાં લોકો ખુબજ ભયભીત બની ગયા છે.

તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં એપ્રિલ માસ દરમિયાન માત્ર છીપા સમાજની અંદર જ કોરોના તેમજ કુદરતી મોતથી મ્ર્ત્યુ પામવાની સંખ્યા 90 ઉપર પહોંચી હતી. 1 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીમાં 49 પુરુષોના મોત નિપજ્યા હતા. જયારે 41 મહિલાઓના કુદરતી રીતે અને કોરોનાના કારણે મોત નિપજ્યા હતા. ( નોંધ: આ માહિતી છીપા કબ્રસ્તાનમાં રજીસ્ટર કરેલા આકંડા અનુસારની છે. અત્યંત ગરમી , બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર , હાર્ટ એટેક તેમજ કોરોનાના કારણે લોકોના મ્ર્ત્યુ થયા હતા. એકજ મહિનામાં આટલી મોટી સંખ્યામાં લોકોના મ્ર્ત્યુ થવાને કારણે છીપા કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યાઓ ખૂટી હતી. એટલુંજ નહિ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ઘરે શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે, રાહતના સમાચાર એ પણ છે કે ગયા વર્ષના સરખામણીમાં આ વર્ષે મૃત્યુઆંક ખુબજ ઓછો જોવા મળ્યો છે.

ગયા વર્ષે એપ્રિલ- મેં માસ દરમિયાન જમાલપુર વિસ્તારના છિપા સમાજમાં 200થી વધુ લોકોના મોત થયા હતા. જેની સામે અત્યારે મ્ર્ત્યુઆંક ઓછો જોવા મળી રહ્યો છે. જોકે, હજી પણ સ્થાનિકોમાં એટલુંજ ભય યથાવત છે. જમાલપુરમાં કોરોનાંનો આતંક હજી પણ યથાવત છે એપ્રિલ 2021માં તેના સક્ર્મણમાં આવ્યા બાદ 20 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. હજી પણ આ વિસ્તારમાં લોકોને કાળજી રાખવાની એટલીજ જરૂર છે તોજ જમાલપુરને કોરોનમુક્ત બનાવી શકાશે.