Not Set/ બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 151 રનથી હરાવીને લોર્ડસ પર મેળવી ઐતિહાસિક જીત

ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 272 રનનો લક્ષ આપ્યો હતો પરતું તેમની આખી ટીમ માત્ર 120 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી

Top Stories
mach બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 151 રનથી હરાવીને લોર્ડસ પર મેળવી ઐતિહાસિક જીત

ભારતે લોર્ડસ ગ્રાઉન્ડ પર ઇંગલેન્ડને બીજી ટેસ્ટમાં હરાવીને ઐતિહાસિક જીત હાંસિલ કરી  છે અને પાંચ  ટેસ્ટ સીરિઝમાં  ભારત  1-0થી આગળ છે,આ પહેલા ભારત 2014માં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 95 રનથી જીત મેળવી હતી અને 1986માં કપિલદેવએ લોર્ડસ પર જીત આપાવી હતી .ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 272 રનનો લક્ષ આપ્યો હતો પરતું તેમની આખી ટીમ માત્ર 120 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી અને 151 રનથી તેમનો પરાજ્ય થયો હતો,ભારતના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ભારતને  ઐતિહાસિક જીત અપાવી છે.

આ મેચના  હીરો ભારતીય બોલરો  છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ  ઈંગ્લિશ ટીમની કમર તોડી નાંખી હતી આખી ટીમ પત્તાની માફક ધરાશાયી થઇ ગઇ હતી અને માત્ર 120 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતીય. ભારત તરફથી મોહમ્મદ સિરાજ ને એક વાર ફરી 4 વિકેટ ઝટકે. વહી જસપ્રીત બુમરાહ ને 3 વિકેટ લીધી હતી આ ઉપરાંત  ઇશાંત શર્મા દ્વારા 2 અને મોહમ્મદ શમી દ્વારા 1 વિકેટ લીધી હતી.

પાંચમા દિવસની રમતમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની શાનદાર બેટિંગે ઇંગ્લેન્ડના હાથમાંથી મેચને લગભગ ખેંચી લીધી છે. હકીકતમાં, આ બંને ખેલાડીઓ વચ્ચે 9 મી વિકેટ માટે લંચ સુધી 77 રનની ભાગીદારી થઈ છે. શમી 52 અને બુમરાહ 30 રને અણનમ રહ્યા હતા.આ બન્નેની ભાગીદારીએ ભારતની જીત પાકકી કરી હતી