Not Set/ ગુજરાતના આ શહેરમાં કોરોના વકરતા ખાણી-પીણી અને પાનના ગલ્લાઓ રહેશે બંધ

રાજ્યમાં આ પ્રકારે વણસી ગયેલી સ્થિતિને જોતા હવે તંત્ર દ્વારા પણ આકરા નિર્ણયો કરવાનું શરુ કર્યું છે. આ નિર્ણયના ભાગરૂપે ડાયમંડ સીટી એવા સુરતમાં ખાની-પીણી, ચાની દુકાનો અને પાનના ગલ્લા બંધ કરવાના આદેશ SMCએ આપ્યા છે.

Top Stories Gujarat Surat
A 161 ગુજરાતના આ શહેરમાં કોરોના વકરતા ખાણી-પીણી અને પાનના ગલ્લાઓ રહેશે બંધ

ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂઆતથી કોરોના વાયરસે માંથુ ઉચક્યું છે અને ત્યારબાદ આ વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હાલમાં સ્થિતિ એ બની ગઈ છે કે, રાજ્યમાં સામે આવી રહેલા ૬૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે, જયારે રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આ પ્રકારે વણસી ગયેલી સ્થિતિને જોતા હવે તંત્ર દ્વારા પણ આકરા નિર્ણયો કરવાનું શરુ કર્યું છે. આ નિર્ણયના ભાગરૂપે ડાયમંડ સીટી એવા સુરતમાં ખાની-પીણી, ચાની દુકાનો અને પાનના ગલ્લા બંધ કરવાના આદેશ SMCએ આપ્યા છે.

આ પણ વાંચો : કોરોનાના કેરમાં સામે આવ્યા શંકરબાપુ, દર્દીઓની સારવાર માટે કહી દીધી આ મોટી વાત

આ દિશામાં SMCના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં અનેક વિસ્તારમાં આવેલા લારી ગલ્લા પર કોવિડ-19ના નિયમોનો ભંગ થવાના સમાચાર મળતા હવે અંતે આ તમામ ગલ્લાઓને તાકીદે બંધ કરવાનો હુકમ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી આગામી 30 એપ્રિલ સુધી તમામ પાનના ગલ્લા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :હવેે કોરોના થશે તે પહેલા ખબર પડી જશે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વિશિષ્ટ ચીપ

રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો :બાલાસિનોરનું ડાયનાસોર પાર્ક 30 એપ્રિલ સુધી બંધ

આ પણ વાંચો :રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12